Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

ઉષા પતિના ઝઘડાથી કંટાળી ફિનાઇલ પી ગઇ

પારેવડી ચોક પાસે ખોડિયારપરામાં રહેતી ઉષાબેન વિક્રમ મકવાણા (ઉ.૩૬) ફિનાઇલ પી જતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં બી-ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી. ઉષાબેનને સંતાનમાં બે પુત્ર છે. પતિ ડ્રાઇવીંગ કરે છે. પતિ અવાર-નવાર નાની નાની વાતે ઝઘડા કરતો હોઇ તેનાથી કંટાળીને તેણીએ આ પગલુ ભર્યાનું દિયર પ્રકાશભાઇએ કહ્યું હતું.

(11:46 am IST)