Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

પોરબંદર : જિલ્લા પોલીસ દ્વારા માર્ચપાસ્ટ

પોરબંદર : અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી ૩૧ ઓકટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે જિલ્લા પોલીસ દ્વારા ચોપાટી ખાતે શાનદાર માર્ચ પાસ્ટ યોજવામાં આવી હતી. માર્ચ પાસ્ટમાં પોલીસ જવાનો ઉપરાંત મહિલા પોલીસ હોમગાર્ડ જવાનો સહભાગી થયા હતા. માર્ચપાસ્ટની ખુલ્લી ઝીપમાં નાયબ પોલીસ અધિક્ષક ભરત પટેલે આગેવાની લીધી હતી. જિલ્લા કલેકટર દિનેશ મોદીની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ વડા ડો.પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન તળે માર્ચપાસ્ટ યોજાઇ હતી. આ પ્રસંગે પોરબંદર ન.પા. પ્રમુખ અશોકભાઇ ભદ્રેચા, અધિક કલેકટર રાજેશ તન્ના, નાયબ કલેકટર કે.વી.બાટી સહિત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. માર્ચપાસ્ટ યોજાઇ તે તસ્વીર.

(11:46 am IST)