Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

માનકુવા - કચ્છમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ સમારોહ યોજાયો

આચાર્ય સ્વામીજી મહારાજે શિલા ઈંટોનું કુમકુમ, અક્ષતથી પૂજન અર્ચન કરી શિલાન્યાસ વિધિ કર્યો

વિરમગામ:  ગરવી ગુજરાતના  કચ્છમાં ભુજ પાસે આવેલું માનકુવા ગામ. અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદથી  અનેકવાર પ્રસાદીભૂત બનેલું આ ગામ છે. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં દેશ-વિદેશના અનેક  હરિભક્તોએ ભાઈઓ તથા બહેનોના શ્રી સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ વિધિ અવસરે ષોડશોપચાર વિધિથી મહાપૂજા કરી હતી.

      વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજે શિલા - ઈંટોનું  કુમકુમ, અક્ષતથી પૂજન અર્ચન કરી શિલાન્યાસ વિધિ કર્યો હતો. ત્યારબાદ ઘણી મોટી સંખ્યામાં હરિભક્તોએ પૂજન કરેલી ઈંટો મસ્તકે લાવી હતી અને પૂજનીય સંતો એ શિલાઓનું પાયામાં આરોપણ કર્યું. વેદોક્ત  વિધિ અનુસાર શિલાન્યાસ પૂર્ણ સંપન્ન થયા બાદ સૌ સંતો હરિભક્તોએ સ્વામિનારાયણબાપા સ્વામી બાપાની આરતી ઉતારી હતી.

(4:47 pm IST)