Gujarati News

Gujarati News

News of Wednesday, 4th October 2023

લાલપુરના સીંગચ ગામે ૬ર વર્ષના મણીબેન નકુમની હત્‍યા

ઢોર બાંધવા પ્રશ્‍ને મનદુઃખમાં વૃધ્‍ધ ફુલ લેવા ગયા ને અશોક નકુમે ધોકાના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધા

તસ્‍વીરમાં મૃતક વૃધ્‍ધાનો મૃતદેહ નજરે પડે છે. (તસ્‍વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૪ :  જામનગરના લાલપુર તાલુકાના સીંગચ ગામે હત્‍યાના બનાવથી અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં આવેલા સીંગચ ગામે મણીબેન મોહનભાઈ નકુમ ગામના ૬૨ વર્ષીય મહિલાને અશોક હરિભાઈ નકુમ નામના એકજ ફળિયામાં રહેતા હતા. અને ઢોર બાંધવા પ્રશ્‍નને મનદુઃખ હતું.

જેના કારણે મણીબેન વાડામાં ફૂલ લેવા ગયા હતા. ત્‍યારે લાકડાના ધોકા વડે માથા અને મોઢાના ભાગે ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતાં.

આ અંગે જાણ થતાં જ ૧૦૮ દ્વારા તાત્‍કાલિક ૬૨ વર્ષીય મણીબેન મોહનભાઈ નકુમને ખંભાળીયા હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યાં હતાં.જ્‍યાં તબીબે મળત જાહેર કર્યા હતા આ અંગેની જાણ થતાં જ લાલપુર પોલીસ હોસ્‍પિટલ ખાતે દોડી ગઈ હતી અને મળતકના પુત્ર મનસુખભાઈ નકુમનું નિવેદન નોંધી ૩૦૨ કલમ મુજબ ગુનો નોંધી હત્‍યા કરનાર અશોક હરિભાઈ નકુમને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને આ અંગે વધુ તપાસ ચલાવી રહી છે. (તસ્‍વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(11:23 am IST)