Gujarati News

Gujarati News

News of Wednesday, 4th October 2023

વાંકાનેરમાં વોર્ડ નં.૨ના રસ્‍તાઓ રિપેર કરવા આગેવાનોની રજૂઆત

વાંકાનેર તા.૪ : નગરપાલિકાનો વોર્ડ નંબર ૨ ના વીસીપરા ગોડાઉન રોડ અને જૂની મિલકોલોનીનો મેઇન રોડ જ્‍યાં રોજના હજારો વાહનો ચાલે છે. એકાદ કિલોમીટરથી લાંબો આ મેઇન રોડ છેલ્લા પાંચ વર્ષથી એક થર મારી અને મૂકી દીધેલ છે. વરસાદના કારણે આખો રોડ ધોવાય અને ખાડા પડી ગયા છે અને કાંકરા અને ધૂળ ઉડે છે અને રોડ ધૂળધાણી છે. સાથે અધૂરામાં પૂરું ભૂગર્ભ ગટરના ઢાંકણા પણ બધા લગભગ તૂટી ગયેલા છે. જેના કારણે વાહન ચાલકોના વાહનો પણ અંદર પડી જાય છે.

નગરપાલિકા ઘણા વર્ષોથી આ રોડ કેમ નથી બનાવતી આ પ્રશ્‍ન પણ આ વિસ્‍તારમાં થઈ રહ્યો છે. આ વિસ્‍તારની ધીરજ ખૂટી જતા માજી કારોબારી સભ્‍ય ભાટી એન અને ટી કે ચૌહાણ, નાનુભાઈ ડોડીયા, પ્રતાપભાઈ રાજપુત, વિજય ગઢવી, રાજેન્‍દ્રસિંહ જાડેજા, અમરસિંહભાઈ ઝાલા, દાજી રાજભાઈ, વગેરે આગેવાનોએ નગરપાલિકાએ જઈને ચીફ ઓફિસર ગિરીશ સરૈયાને રજૂઆત કરવામાં આવેલ અને ત્‍વરિત આ રસ્‍તો બનાવવા માટે થઈને માંગણી કરવામાં આવેલ હતી.

(10:47 am IST)