Gujarati News

Gujarati News

News of Wednesday, 4th October 2023

વાંકાનેરમાં લુહાર જ્ઞાતિના કુળદેવી અંબાજીમાંના મઢે ધ્‍વજારોહણ કરાયું

 વાંકાનેર : સમસ્‍ત લુહાર જ્ઞાતિના કુળદેવી શ્રી અંબાજી માતાજીના મઢ ખાતે શ્રી અંબાજીમાંના પ્રાગટય દિને ‘મા'નો નૂતન શણગાર તેમજ ધ્‍વજારોહણ જ્ઞાતિના આગેવાનો કાર્યકર્તા ભાઇઓ-બહેનોની વિશેષ ઉપસ્‍થિતીમાં યોજવામાં આવેલ હતી. આ ઉપરાંત આગામી નવરાત્રીના આયોજન માટે પણ જ્ઞાતિજનોની ઉપસ્‍થિતીમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને કાર્યક્રમમાં સેવાભાવી ભાઇઓ બહેનોએ તન-મન-ધનથી સેવા આપી હતી.

(10:46 am IST)