Gujarati News

Gujarati News

News of Wednesday, 4th October 2023

પોરબંદર પતંજલી યોગ સમિતી દ્વારા વનાણામાં સફાઇ માટે શ્રમદાન

પોરબંદર તા. ૪ : એ.સી.સી કોલોની ખાતે ચાલતા નિશુલ્‍ક યોગ ક્‍લાસ દ્વારા આવતીકાલે સ્‍વરછ ભારત આંતર્ગત આ ક્‍લાસ માથી બહોળી સંખ્‍યામાં  ભાયો બહેનો પોતાના ઘેરથી સાવરણા પાવડા તગારા સર સમાન સાથે પોતાનો યોગ ક્‍લાસ બંધ રાખી ગામડે સફાઈ માટે શ્રમ દાન માટે વનાણા ગયા હતા.

યોગ સાધક છાયાના દિનુભાઈ ગોસ્‍વામી પોતાનો બોલેરો વાહન માં બહેનો વનાણા લઇ ગયા હતા. નિસ્‍વાર્થ ભાવે સેવા સફાઇ શ્રમદાન કર્યુ હતું.

હરિદ્વાર થી પ.પૂ સ્‍વામી રામદેવજી મહારાજ નો આદેશ મરતા યોગ સાધકો ત્‍યાર જઈ શ્રમ દાન કરી ગામના રસ્‍તા ની સફાઈ કરેલ તથા પશુપતિ શિવજી મંદિર માં પણ સફાઈ કરેલ હતી.

જો દેશ વાસી દરરોજ પોતાનું આંગણ દરેક કરે તો મારું ઘર ચોક્‍ખું મારું ગામ ચોક્‍ખું મારું ગામડું ચોક્‍ખું અને મારો દેશ સ્‍વરછ સુંદર અને નિરોગ રહે.

સાવરણાથી ગામ ચોક્‍ખું યોગથી તન મન શુધ્‍ધ આ માટે અમોને ગામના સરપંચ  ગોગનભાઈ કોડિયતર તથા તલાટી મંત્રી બહેન મીરીબેન ઓડેદરાએ સહકાર આપેલ હતો અને વનાણા ગામમાં એક યોગનો ક્‍લાસ ચાલુ કરવાની ઇચ્‍છા વ્‍યક્‍ત કરેલ હતી. તેમ પતાંજલી યોગ સમિતિ જિલ્લા અધ્‍યક્ષ નરેશભાઈએ જણાવેલ હતું.

(10:45 am IST)