Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd October 2023

ચોપાટી મેદાન ખાતે પોરબંદરની સૌથી જુની લીયો-પાયોનિયર રમઝટ નવરાત્રી-૨૦૨૩ નું આયોજન

રમઝટ નવરાત્રીમાં તમામ મહિલાઓને વિનામૂલ્યે પ્રવેશ

પોરબંદર : લાયન્સ ક્લબ ઓફ પોરબંદર  "બાપુ" ,પાયોનિયર ક્લબ પોરબંદર અને સાગરપુત્ર સમન્વય દ્વારા આયોજીત માં આદ્યશક્તિની ની આરાધના માટે નવલાં નોરતાં માં ચોપાટી મેદાન ખાતે પોરબંદર ની સૌથી જુની અને સૌની માનીતી એવી લીયો-પાયોનિયર  રમઝટ નવરાત્રી-૨૦૨૩ નું આયોજન કરવામાં આવેલ છે.

આ આયોજનમાં ભારતના વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદી મહિલા સશક્તિકરણ અભિયાન ને પ્રોત્સાહન આપવા માટે આ વર્ષે રમઝટ નવરાત્રીમાં તમામ મહિલાઓને વિનામૂલ્યે પ્રવેશ આપવાનું સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવાએ જાહેર કર્યું છે.
આ આયોજન ના પ્રોજેક્ટ ચેરમેન પ્રવીણભાઈ ખોરાવા અને એડવોકેટ ભરતભાઈ લાખાણી છે.તા.15/10/23 થી 24/10/23 સુધી સમય રાત્રે 8:00 વાગ્યા થી, સ્થળઃ ચોપાટી મેળા ગ્રાઉન્ડ, ટ્રાફિક બ્રાન્ચ પાછળ, પોરબંદર. ખાતે આયોજન થયેલ છે

 

   
 
(12:47 am IST)