Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd October 2023

મોરબી : ગુંગણ યુવા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરાયું.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : માતાના મઢ જતા પદયાત્રીકોને રહેવા-જમવાની સુવિધા મળી રહે તે માટે મોરબીના ગુંગણ ગામના યુવા ગ્રુપ દ્વારા માં આશાપુરા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુંગણ યુવા ગૃપ દ્વારા છેલ્લા 15 વર્ષથી પદયાત્રીકોના સેવાર્થે કેમ્પ યોજવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ આજથી શરૂ કરી એટલે કે તારીખ 3 ઓક્ટોબર થી 11ઓક્ટોબર સુધી કચ્છના માતાના મઢ જતા પદયાત્રીકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યુવાનો દ્વારા માળિયા હાઇવે પર (અમરનગર) ના પાટિયા પાસે માં આશાપુરા પદયાત્રી સેવા કેમ્પ રાખવામાં આવ્યો છે. જેમાં પદયાત્રીકોને 24 કલાક રહેવા-જમવા, ચા પાણી,નાસ્તો અને મેડિકલની સુવિધા પૂરી પાડવામાં આવશે.
સંર્પક
દિગુભા જાડેજા -. ૯૭૧૪૫ ૩૦૫૧૧
દેવેન્દ્રસિંહ જાડેજા -. ૯૬૨૪૫૧૮૪૪૬
કુલદીપસિંહ જાડેજા – ૭૯૮૪૪૪૧૪૩૭

   
(12:40 am IST)