Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

કચ્છમાં ફરી વાતાવરણ પલટાયું,છૂટો છવાયો વરસાદ- માતાના મઢ,લખપત, નખત્રાણામાં ર ઇચ,અન્યત્ર ઝાપટા

(ભુજ) ભાદરવા પછી ફરો આસો મહિનામાં કચ્છમાં વાતાવરણ પલટાયુ છે. આજે સાંજે એકાએક વાતાવરણમાં બદલાવ આવ્યો અને વરસાદ ચાલુ થયો  હતો. તેમાંયે નખત્રાણા, માતાના મઢ અને  લખપતમાં તો ધોધમાર ર ઇંચ વરસાદ વરસતા જાણે ચોમાસુ જામી ગયું હતું. અંજારમાં અડધો ઈંચ, આદિપુર, ગાંધીધામમાં ઝાપટા પડયા હતા. માતાના મઢ મધ્યે નવરાત્રિ દરમ્યાન પડેલા વરસાદે દર્શનાર્થીઓ માટે મુશ્કેલી ઉભી કરો હતી. મંદિર પરિસર અને બજારમાં કોચડ ફેલાઇ હતી.

(6:35 pm IST)