Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

કેન્દ્રીય શિપિંગમંત્રી મનસુખ માંડવીયા દ્વારા કંડલા બંદરે ટ્રક ટર્મિનલનું લોકાર્પણ- દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું

(ભુજ) શિપિંગ મંત્રીમનસુખ માંડવીયા કંડલા બદરની બે દિવસની મુલાકાતે છેઆજે સવારે તેમણે કંડલા બંદરે રૂપિયા ૧૦ કરોડના ખર્ચે બનાવાયેલ અદ્યતન ટ્રક ટર્મિનલનું લોકર્પણ કર્યું હતું.

બંદરે માલ ની હેરફેર માટે તેમ જ ઓઇલની હેરફેર માટે આવતા ઓઇલ ટેન્કરોના ચાલકો તેમ જ ક્લીનરો આરામ કરી શકે તે હેતુથી અહીં કેન્ટીન તેમ જ ટોયલેટ અને નહાવા ધોવાની સુવિધા ઉભી કરાઈ છે. 

શ્રી માંડવીયાએ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા ઉપર નજર રાખતી વીટીએમએસ (દરિયાઈ રડાર સિસ્ટમ) નું પણ નિરીક્ષણ કર્યું હતું. આ વીટીએમએસ વેસલ ટ્રાફિક મોનીટરીંગ સિસ્ટમ દ્વારા કંડલા બંદરેથી પશ્ચિમી અરબી સમુદ્ર ઉપર ૧૮૦ કીમી. (૯૦ નોટિકલ દરિયાઈ માઈલ) માં વહાણોની હીલચાલ ઉપર નજર રહી શકે છે. કચ્છના કંડલા થી છેક સૌરાષ્ટ્રના નવલખી, વાડીનાર ઉપરાંત પાકિસ્તાનને જોડતી જખૌ ની દરિયાઈ સીમા સુધી અવરજવર કરતા વહાણો આ દરિયાઈ રડાર દ્વારા નિરીક્ષણ હેઠળ રહે છે. મંત્રીશ્રી માંડવીયાએ સવારે પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા, ફીટ ઇન્ડિયા અને ગ્રીન ઇન્ડિયાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને દોહરાવીને તેને લગતા અલગ અલગ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. કંડલા બંદરે તૈનાત સીઆરપીએફના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર સાથે મંત્રીશ્રી માંડવીયાને આવકાર આપ્યો હતો.

 જોકે, તેમનો કાર્યક્રમ સતત વ્યસ્ત રહ્યો હતો. તેમણે બોટ દ્વારા પણ કંડલા બંદરે વહાણોની અવરજવરની ગતિ વિધિ તેમ જ અલગ અલગ પ્રકારનો કાર્ગો હેન્ડલ કરતી જેટીઓનું નિરીક્ષણ કર્યું હતું. કંડલા બંદરે ૧૫ અને ૧૬ નંબરની જેટીનો વિકાસ પીપીપી મોડેલથી કરાયો છે, બંદરિય વ્યાપાર ક્ષેત્રે ખાનગી ભગીદારી દ્વારા થઈ રહેલા વ્યવસાયિક કાર્ય વિશે તેમણે જાત માહિતી મેળવી હતી. સતત બીજી ટર્મ શિપિંગ મંત્રાલયનો હવાલો સંભાળનાર મનસુખ માંડવીયાએ પર્યાવરણની રક્ષણ હેતુ સાથે કંડલા બંદર જોડાય તે માટે સતત પ્રયત્નશીલ છે. કેન્દ્રીય મંત્રી શ્રી માંડવીયાનું ઉદ્યોગપતિઓ દ્વારા સ્વાગત કરાયું હતું.

 આ પ્રવાસમાં તેમના પત્ની નીતાબેન માંડવીયા પણ જોડાયા છે. તેમણમ પણ વૃક્ષારોપણ કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં કંડલા પોર્ટના ચેરમેન એસ.કે. મેહતા (આઈએસએફ) તેમ જ કંડલા પોર્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા કંડલા પોર્ટના બિઝનેસ ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટના ઓમપ્રકાશ દાદલાણીએ સંભાળી હતી.

(12:48 pm IST)
  • એક ખાનગી વેધર એનાલીસ્ટ ટવીટ કરી નોંધે છે કે મુંબઇ, થાણે, નવી મુંબઇ, અંબરનાથ, પનવેલ, નાગોથાણે, ડોમ્બીવલી, ખાડાવેલી, શહાપુર, ઇગતપુરી, બાદલપુરા અને નાસીકમાં આજે ગાજવીજ સાથે વરસાદની શકયતા છે access_time 11:34 am IST

  • રાત્રે ૧૧.૪પ્ વાગ્‍યે : અમરેલીના ખોડીયાર ડેમના ૯ દરવાજા ર-ર ફૂટ ખોલવામાં આવ્‍યા : ધારી પંથકના ગામોમાં પણ ભારે વરસાદ પડ્યો રહ્યો છે : ગીર પંથકના છેવાડાના ગામોમાં સાંજ થી રાતસુધી અંધરાધાર વરસાદ વરસી રહ્યો છે access_time 11:58 pm IST

  • કોઈ મોટી જાહેરાત તોળાઇ રહ્યાની ભારે ચર્ચા : નવી દિલ્હી : નાણા મંત્રી નિર્મલા સીતારામન, વિદેશ મંત્રી એસ જયશંકર અને હરદીપ પુરી બપોર પછી ગૃહમંત્રી અમિતભાઈ શાહને મળવા દોડી ગયા છે. કોઈ મોટી જાહેરાત તોળાઇ રહ્યાની ભારે ચર્ચા ચાલી રહી છે. access_time 5:45 pm IST