Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

ઓસમ પર્વત પર માત્રીમાતાના સાનિધ્યમાં નવેમ્બરમાં હવન

નાગરજ્ઞાતિના ભાવિક પરિવારોને નિમંત્રણઃ પરિવહન અને ભોજનની પણ વ્યવસ્થા

રાજકોટ તા.૪: ધોરાજી નજીકના પાટણવાવ ખાતે ઓસમડુંગર પર બિરાજતાં ઓસમમાત્રી માતાના હવનનું આયોજન છેલ્લા અડધા દાયકાથી થાય છે. ભાવિકો એમાં શ્રધ્ધા અને ઉત્સાહ પૂર્વક ભાગ લે છે. નાગરજ્ઞાતિમાં દ્યોડા, છાયા,શુકલ અને ત્રિવેદી જેમની અટક છે એવા પરિવારના ઓસમમાત્રી માતા કૂળદેવી છે. આ પરિવાર ઉપરાંત જ્ઞાતિના અન્ય પરિવાર પણ ખુશીથી યજ્ઞમાં જોડાતાં હોય છે.

 આ વર્ષે તા. ૧૦મી નવેમ્બર,રવિવારે સવારે ઓસમ પર્વત,માત્રી માતાના સાંનિધ્યમાં યજ્ઞનું આયોજન કરાયું છે. સવારે ૭:૩૦ વાગ્યાથી હોમાત્મક યજ્ઞ શરુ થશે. નાગરજ્ઞાતિના જે પણ પરિવારને આ યજ્ઞમાં ઉપસ્થિત રહેવું હોય એમને નિમંત્રણ અપાયું છે. યજ્ઞમાં બેસવા માટે પણ સંપર્ક થઇ શકશે. ઓસમ ડુંગર-પાટણવાવ પહોંચવા માટે રાજકોટથી બસનું આયોજન પણ કરાય છે. આવવા-જવાનો ખર્ચ વ્યકિતદીઠ રૂ.૧૦૦ રાખવામાં આવે છે. નામ નોંધાવી દેવા આયોજકોએ અનુરોધ કર્યો છે.

 વધુ વિગતો  તેમજ નામ નોંધણી માટે ઇશ્વરીબહેન છાયા(ફોન નં. ૨૪૫૬૨૫૮) હીના પિયૂષ છાયા(૨૫૮૯૫૯૦) જવલંત છાયા(૯૯૦૯૯ ૨૮૩૮૭) સુધાંશુભાઇ શુકલ  (૯૯૨૫૩૬૦૯૦૦) અને ચેતન છાયા(૯૪૨૭૨ ૦૦૦૫૯)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(12:11 pm IST)