Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

વાંકાનેરના હસનપરમાં ગાળો બોલવાની ના પાડતાં નિતીન ભરવાડ અને કાકા નારણભાઇ પર હુમલો

નિતીનના માતા-બહેન ગરબી જોઇને આવતા'તા ત્યારે કોળીનો છોકરો ગાળો બોલતાં સમજાવવા જતાં ધોકાના ઘા-પથ્થરમારોઃ બંનેને સારવાર માટે રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૪: વાંકાનેરના હસનપરમાં રહેતાં ભરવાડ પ્રોૈઢ અને તેના ભત્રીજા પર ગામના કોળી શખ્સો અને મહિલાઓએ મળી ધોકાથી હુમલો કરી પાણકાના ઘા કરી ઇજા કરતાં બંનેને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. ભરવાડ યુવાનના માતા-બહેનો ગરબી જોઇને આવી રહ્યા હતાં ત્યારે કોળી શખ્સ ગાળો બોલતો હોઇ તેને બૈરાઓની હાજરીમાં ગાળો ન બોલાય...તેમ સમજાવતાં ડખ્ખો થયો હતો.

હુમલામાં ઘાયલ હસનપરના નિતીન લક્ષમણભાઇ ચોરીયા (ભરવાડ) (ઉ.૨૭) તથા તેના કાકા નારણભાઇ ટીડાભાઇ ચોરીયા (ઉ.૫૦)ને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ચોકીના હેડકોન્સ. રાજેશભાઇ ગીડા અને રવિભાઇએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.

નિતીન અને તેના કાકા પશુપાલન કરી ગુજરાન ચલાવે છે. નિતીનના કહેવા મુજબ પોતે અને કાકા ઘર પાસે બેઠા હતાં ત્યારે માતા લાભુબેન અને બહેનો ગરબી જોઇને આવતાં હોઇ તે વખતે ગોૈરીબેન રમેશભાઇ કોળીનો મોટો દિકરો ગાળો બોલતો હોઇ તેને સમજાવતાં ડખ્ખો થયો હતો. એ પછી ગોૈરીબેન, રમેશ રામશીભાઇ, વિષ્ણુ રમેશભાઇ કોળી, મંજુબેન તથા બે અજાણ્યાએ ધોકાથી હુમલો કરી પથ્થરમારો કરતાં પોતાને તથા કાકા નારણભાઇને ઇજા થઇ હતી.

(12:10 pm IST)