Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

ચોટીલા તાલુકામાંથી ૧૪૩૫ કિલો પ્લાસ્ટીક એકઠુ કરાયુ

ચોટીલા તા.૧૪:  ચોટીલા પંથકમાં ૧૫૦ મી ગાંધી જયંતિ શાનદાર રીતે ઉજવવામાં આવેલ હતી

ચોટીલામાં તાલુકા કક્ષા અને શહેર કક્ષાએ વહીવટી તંત્ર, સામાજીક સંસ્થાઓ અને શાળાનાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે આગેવાનોની ઉપસ્થિતિમાં બાપુની જન્મજયંતિ ઉજવવામાં આવેલ

તાલુકા કક્ષાની ઉજવણી નાળીયેરી ગામે રાખવામાં આવેલ જેમા મેરોથોન દોડ, સ્વચ્છતા અભિયાન સાથે પ્લાસ્ટિક મુકત ભારત માટે જુદા જુદા કાર્યક્રમો યોજાયેલ હતા

આ પ્રસંગે પ્રાત અધિકારી આર. બી. અંગારી, તાલુકા વિકાસ અધિકારી પી. જે મહેતા, આગેવાનોમાં જીવણભાઇ મકવાણા, મેરૂભાઇ ખાચર, સુરેશભાઇ ધરજીયા, ગીતાબેન માલકિયાં સહિતનાએ ઉપસ્થિત રહી ગામ સ્વચ્છતા કરી શપથ લઇ ઉજવણી કરેલ હતી

શહેરી કક્ષાએ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ જેમાં રામચોક ટાવરચોક અને મેઈન બજારમાં સ્વચ્છતા અંગે લોકોને શપથ લેવડાવી પ્લાસ્ટીક બંધના નારા લગાવેલ. જેમાં પાલિકાનાં પદાધિકારી જે. જે. ખાચર, વિનુભાઇ શાકરીયા સહિત કર્મચારી ગણ અને એન એન શાહ સ્કૂલના સંચાલકો શિક્ષકો અને વિધાર્થીઓ જોડાયાં હતાં.ગ્રામ્ય કક્ષાએ ચોટીલા ચામુંડા તળેટી ખાતે નાના પાળીયાદ પંચાયત દ્વારા વિધ્યાર્થીઓ સાથે રેલી કાઢી આવતા જતા યાત્રીઓને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવેલ કાર્યક્રમમાં રદ્યુભાઇ ભરવાડ, દેવકરણ જોગરાણા, ભીમાભાઇ ભરવાડ, બી. એમ. પરમાર સહિતના ઉપસ્થિત રહી તળેટી નાં દુકાનદારોને વન ટાઈમ યુઝ પ્લાસ્ટિક ન વાપરવા અનુરોધ કરી શપથ લેવડાવેલ હતા જયારે મોકાસર અને પિયાવા ગામે પણ જાગૃતિ રેલી, સ્વચ્છતા અભિયાન, ગ્રામ સ્વચ્છતા અને શપથ જેવા કાર્યક્રમો યોજવામાં આવેલ ચોટીલા તાલુકામાં પ્લાસ્ટિક મુકત ભારત અભિયાન અંતર્ગત ગાંધી જયંતિનાં ઉજવણી દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાંથી ૧૪૩૫ કિલો જેટલુ પ્લાસ્ટિક એકઠું કરવામાં આવેલ છે.

(12:05 pm IST)