Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

મોરબીના ચર્ચાસ્પદ સિંચાઇ યોજના કૌભાંડમાં વધુ વાંકાનેર પંથકના ૮ મંડળીઓના પ્રમુખની ધરપકડ

વાંકાનેર તા. ૪: મોરબી જીલ્લાના નાની સિંચાઇ યોજનાનામાં કરોડોના કૌભાંડમાં મોરબી એ ડીવીઝન પોલીસ દ્વારા વાંકાનેર તાલુકાની જુદી જુદી આઠ મંડળીના પ્રમુખોની ધરપકડ કરવામાં આવી છે.

મોરબી જિલ્લાના સ્થાનિક જળાશયોમાં પાણીની સંગ્રહ શકિત વધે તેના માટે તેને સરકાર દ્વારા કુલ મળીને ૩૦ કરોડ રૂપિયાના ાકમો મંજુર કરવામાં આવ્યા હતા જોકે સ્થાનિક અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા મિલીભગત કરીને આ રકમમાંથી જળાશયો ઉતારવા સહિતની કામગીરી કરવાના બદલે માત્ર ને માર સરકારી ચોપડા ઉપર કામગીરી બતાવીને ખોટા બિલ બનાવીને તેના આધારે સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાની રકમ ઉપાડી લેવામાં આવી હતી અને મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જે મામલે જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગના ઇન્ચાર્જ અધિકારી દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસ દ્વારા જે તે સમયે નિવૃત્ત ઇન્ચાર્જ અધિકારી, કોન્ટ્રાકટર તે સમયના કોંગ્રેસના ધારાસભ્ય જીલ્લા પંચાયતની સિંચાઇ સમિતિના માજી ચેરમેન જીલ્લા ભાજપના ઉપપ્રમુખ સહિતના આગેવાનો અને જુદી-જુદી મંડળીઓના હોદેદારોની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ અન્ય મંડળીના આગેવાનો પણ આ ગુનામાં સંડોવાયેલા હોવાથી તે આગોતરા જામીન લેવા માટે હાઇકોર્ટમાં ગયા હતા પરંતુ હાઇકોર્ટે તેની આગોતરા માટેની અરજી ફગાવી દીધી હતી.

દરમિયાન એ ડીવીઝન પોલીસ દ્વારા નાની સિંચાઇ યોજનાના કૌભાંડમાં વાંકાનેર તાલુકાની શાન, ક્રિષ્ના, શિવશકિત, સર્વોદય સહીત જુદી જુદી આઠ મંડળીના પ્રમુખોની ધરપકડ કરવામાં આવી છે જેમાં કાંતિભાઇ મોહનભાઇ વોરા રહે. રાતીદેવાડી, વિજયભાઇ કાનજીભાઇ બોસીયા રહે. આંબેડકરનગર વાંકાનેર, નારણભાઇ જેઠાભાઇ સોલંકી રહે. આરોગ્યનગર વાંકાનેર, ધર્મેશભાઇ લાલજીભાઇ દેલવાડીયા, રહે. આરોગ્યનગર વાંકાનેર, ઇશ્વરભાઇ કલભાઇ વોરા, રહે. રતીદેવાડી, ઇસ્માઇલભાઇ રહીમભાઇ ચારોલીયા રહે. લીંબડા, ઓસમાનભાઇ હયાતભાઇ ખોરજીયા રહે. ચંદ્રપુર અને દીપકભાઇ કાન્તીભાઇ સોલંકી રહે. અરણીટીંબા વાલાની ધરપકડ કરી પૂછતાછ હાથ ધરાઇ છે.

(12:04 pm IST)
  • ગંગા નદીમાં મૂર્તિ વિસર્જન કરનારને પ૦,૦૦૦ નો દંડ થશેઃ કેન્દ્ર સરકારે બહાર પાડયો આદેશઃ સહાયક નદીમાં પણ મૂર્તિ વિસર્જન ઉપર પ્રતિબંધ ગણેશ વિસર્જન, વિશ્વકર્મા પૂજા, દશેરા, દિવાળી, છઠ્ઠ પૂજા, સરસ્વતી પૂજા વગેરે તહેવારોમાં પણ નહિ access_time 11:27 am IST

  • ગઇકાલે કર્ણાટકના કેટલાક ભાગો અને મહારાષ્ટ્રમાં કેટલેક સ્થળોએ ભારે ગાજવીજ વરસાદ પડયાના વાવડ મળે છે access_time 11:34 am IST

  • એક ખાનગી વેધર એનાલીસ્ટ ટવીટ કરી નોંધે છે કે મુંબઇ, થાણે, નવી મુંબઇ, અંબરનાથ, પનવેલ, નાગોથાણે, ડોમ્બીવલી, ખાડાવેલી, શહાપુર, ઇગતપુરી, બાદલપુરા અને નાસીકમાં આજે ગાજવીજ સાથે વરસાદની શકયતા છે access_time 11:34 am IST