Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

જામજોધપુરના સતાપર ગામે સવા ત્રણ લાખનો દારૂ કબ્જે

જામજોધપુર, તા. ૪ : જીલ્લા પોલીસ અધિક્ષક શરદ સિંઘલે પ્રોહી/જુગારની પ્રવૃતિ અટકાવવા માટે સુચના આપેલ હોય તેમજ એએસપી સંદીપ ચૌધરીના માર્ગદર્શન મુજબ પ્રોહી/જુગાર અંગેની પ્રવૃત્તિ સદંતર બંધ કરાવવા માટે સુચના કરેલ હોય જે મુજબ જામજોધપુર પોલીસ ઇન્સ. જે.કે. મોરી, સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ખાનગી હકીકત મળેલ કે સતાપર ગામથી વાંસજાળીયા ગામ તરફ જવાના રસ્તા પર ટ્રક નં.જી.જે.૧૦-ડબલ્યુ-૭૪૬૪માં તેનો ચાલક પાછતરડી ગામના મેરૂભાઇ રામાભાઇ હુણવાળાનો વિદેશી દારૂનો જથ્થો લઇ જતા હોય જે ટ્રક ખરાબ થતા તેના ચાલક તેને જે તે જગ્યાએ મૂકી ચાલી ગયેલ છે.

જે ટ્રક નં.જી.જે.-૧૦-ડબલ્યુ-૭૪૬૪ કિ.રૂ. ૩૦૦૦૦૦/-માં જોતા પ્લા.ની કોથળીઓ નંગ-૭૩માં અંગ્રેજી દારૂ પાર્ટી સ્પેશ્યલ ડીલક્ષ વ્હીસ્કી બોટલ નંગ-પ૬૭ના કુલ રૂપિયા ૩ર૮પ૦૦/ મળી કુલ રૂ. ૬ર૮પ૦૦/-નો મુદામાલ ગે.કા. પાસ પરમીટ વગર મળી આવતા મજકૂર ટ્રક ચાલક તથા મેરૂભાઇ રામાભાઇ હુણ વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી થવા એએસઆઇ વી.ડી. રાવલીયાએ ફરીયાદ રીપોર્ટ આપેલ છે.

આ કાર્યવાહી સબ ઇન્સ. કે.વી. ઝાલા, એએસઆઇ વી.ડી. રાવલીયા તથા પોલીસ હેડ કોન્સ. અર્જુનસિં રામદેવસિંહ જાડેજા, રમેશભાઇ રત્નાભાઇ બાવળીયા, પોલીસ કોન્સ. પુષ્પરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા, દિનેશભાઇ કરમુર, પ્રણવભાઇ ખીમાભાઇ વસરા,દિવ્યરાજસિંહ નવલસિંહ જાડેજા, જીતેન્દ્રભાઇ ગીરધરભાઇ માણાવદરીયા તેમજ ડ્રા.પો.કો. માલદેભાઇ લાખાભાઇ બવડીયાવદરા વિગેરેનાઓએ કરેલ છે.

(12:03 pm IST)