Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

ગોંડલમાં ભુતિયા નળ કનેકશન સામે તંત્રની લાલ આંખઃનવ લાખની આવક

ગોંડલ તા.૪: નગરપાલિકાનાં વોટરવર્કસ દ્વારા શહેરમાં ભુતિયા નળ કનેકશનો સામે આકરે પાણીએ થઇ દંડનાત્મક કાયઁવાહી કરતાં અંદાજે ૪૫૦ જેટલાં કનેકશનોની ફી ભરાવી રેગ્યુલાઇઝ કરાતાં નવ લાખ જેવી આવક થવાં પામી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ અનિલભાઈ માધડે વોટરવર્કસ કમીટી નાં ચેરમેન નો ચાજઁ સંભાળ્યા બાદ તંત્ર ને દોડતું કરી શહેરભરમાં ભુતિયા કનેકશનો સામે આકરી કાયઁવાહી શરું કરી હતી.વધું માં અજન્તા નગર,વૃન્દાવન સોસાયટી,કૃષ્ણા સોસાયટી,વોરાકોટડા રોડ પરની પારસ રેસીડેન્સી સહીત નવાં વિસ્તારોમાં જયાં નળ ની સુવિધા ઉપલબ્ધ ન હતી ત્યાં નવી પાઇપલાઇનો નાંખી લોકોને પીવાના પાણીની સુવિધા પુરી પાડેલ હતી.ઉપરાંત સાત ટાંકી થી જેતપુર રોડ ૨૨૦ કે.વી.સમ્પ સુધી મેઈન પાઇપલાઇન નાં બાકી જોઈન્ટ યુધ્ધના ધોરણે અપાતાં આ લાઇન કાયઁરત થવાં પામી હતી.

ચેરમેન અનિલભાઈ માધડે જણાવ્યું કે અમૃતમ યોજના અંતર્ગત રુ.ચૌદ કરોડ નાં મંજુર થયેલ પ્રોજેકટ હેઠળ હાલ ઓવરહેડ ટેન્ક તથાં ફિલ્ટર પ્લાન નવનિર્મિત બની રહ્યાં હોય જેની કામગીરી ગતી માં છે.જે પુર્ણ થયે હાલ દર ચોથાં દિવસે મળતું પાણી રોજીંદા મળતું થશે. ઓવરહેડ ટેન્ક અને ફિલ્ટર પ્લાન શહેરીજનો માટે આશિવાઁદરુપ બનશે તેવું જણાવ્યું હતું.

(12:03 pm IST)