Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

પોરબંદરમાં કાર ચલાવતા સીટ બેલ્ટ ન બાંધતા એકઝીકયુટીવ કમીટીના ચેરમેનને રૂ. પ૦૦નો દંડ

ચેરમેન સરજુભાઇ કારિયા પાલિકાના પ્રમુખની ગાડી લઇને જતા હતાઃ ટ્રાફીક પીએસઆઇએ દંડની પાવતી પકડાવી

પોરબંદર તા. ૪ :.. નગરપાલિકાની એકઝીકયુટીવ કમીટીના ચેરમેન સરજુભાઇ કારીયા નગરપાલિકાના પ્રમુખની ગાડી લઇને સેલ્ફ ડ્રાઇવીંગ કરી જતાં હતા અને સીટ બેલ્ટ બાંધેલ ન હોય ટ્રાફીક પોલીસ ઇન્સ્પેકટરશ્રી વ્યાસે તેમને રૂ. પ૦૦ ના દંડની પાવતી પકડાવી દીધી હતી.

શહેરમાં ટ્રાફીકના નવા નિયમોનો કડક અમલ થઇ રહ્યો છે. એકઝીકયુટીવ કમીટીના ચેરમેન સરજુભાઇએ નગરપાલિકાના પ્રમુખની ગાડી લઇને ડ્રાઇવરને બદલે 'સેલ્ફ ડ્રાઇવીંગ' કરી જતા હોય  અને પાલિકા પ્રમુખની ગાડીના ઉપયોગ અંગે અનેક તર્ક વિર્તકો થઇ રહ્યા છે.

(11:59 am IST)