Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

સોમનાથ ટ્રસ્ટ દ્વારા પૂ.મહાત્મા ગાંધી જન્મજયંતિની હર્ષભેર ઉજવણી

વેરાવળ પ્રભાસપાટણ તા. ૪ : સોમનાથ ટ્રસ્ટ દિવસ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

 સરદાર વંદના તથા પુષ્પાંજલીથીઙ્ગ જન્મજયંતીની શરૂઆત કરવામાં આવી હતી.. ત્યાર બાદઙ્ગ ઙ્ગવેરાવળ કે.કે.મોરી સ્કુલના બાળકો દ્વારાઙ્ગ સ્વચ્છતા જાગ્રુતિ પર ગીત રજુ કરી, બી.વી.જી લિમિટેડ ના કર્મચારીઓ દ્વારા ઙ્કપ્લાસ્ટીક હટાવો જીવન બચાવોઙ્ખના સુત્રોચ્ચાર, દ્વારા ઉપસ્થિત સર્વે લોકો તેમજ યાત્રિકોને સ્વચ્છતા જાળવવા અંગે અપીલ કરવામાં આવેલ. તેમજ ગુજરાત સરકાર પ્રવાસન વિભાગ દ્વારા મહાત્મા ગાંધીજીના પ્રસંગોનીઙ્ગ તૈયાર કરેલ ફોટોપ્રદર્શની વેરાવળ એસ.ડી.એમ શ્રી નિતિન સાંગવાન સાહેબ શ્રી ના હસ્તે ખુલ્લી મુકવામાં આવેલ ત્યારબાદ શ્રી સોમનાથ મંદિર થી હમીરજી સર્કલ સુધી સ્વચ્છતા રેલી દ્વારા લોકોને ઙ્ગસ્વચ્છતા જાળવવાનો સંદેશ આપવામાઙ્ગઆવેલ.

ઙ્ગઙ્ગ આ  કાર્યક્રમમાં વેરાવળ એસ.ડી.એમ શ્રી નિતિન સાંગવાન સાહેબ,શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા સાહેબ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સુયાણી,નગર ઙ્ગપાલિકા ચીફ ઓફિસર ઙ્ગશ્રી જતિન મહેતા સાહેબ, વેરાવળ સીટી અને ગ્રામ્યઙ્ગ મામલતદાર શ્રી દેવકુમાર આંબલીયા સાહેબ,શ્રી હસમુખ ચાંદેગરા સાહેબ, શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી/કર્મચારી , બી.વી.જી ના અધિકારી/ કર્મચારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

(11:54 am IST)