Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

ઉનામાં નો પ્લાસ્ટિક સાંકળ

ઉનામાં ૧પ૦મી મહાત્મા ગાંધીજીના જન્મ દિવસ નિમિતે કન્યા વિદ્યાલયની પ૦૦થી બાળાઓએ નગરપાલીકા ઉનાનાં સહકારથી મેદાનમાં નો પ્લાસ્ટીકની સાંકળ બનાવી સંદેશો આપી પ્રતિજ્ઞા લીધી હતી. ઉના કેળવણી મંડળ સંચાલીત ગાંધી કન્યા વિદ્યાલયનાં સંકુલમાં ઉના નગરપાલીકાના ચીફ ઓફીસર પાર્થીવભાઇ પરમાર તથા કનયા વિદ્યાલયનાં શિક્ષકો દ્વારા મેદાનમાં પ૦૦થી વધુ શાળામાં અભ્યાસ કરતી દિકરીઓએ નો પ્લાસ્ટીકનું સુત્ર આજે ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધીજીનાં ૧પ૦માં જન્મ દિવસે લોકોને સંદેશો આપેલ કે નો સીંગલ યુઝ પ્લાસ્ટીક સ્વચ્છ ભારત ગ્રીન ભારત કલીન ઇન્ડીયા સ્વચ્છતા ઇ સેવા, પ્લાસ્ટીક મુકત ભારતનાં સુત્રાચારો  કરી પ્લાસ્ટીક નહી વાપરવાની બીજાને ન વાપરવા પ્રતિજ્ઞા લઇ શુભ સંદેશો આપ્યો હતો નો પ્લાસ્ટિક સાંકળની તસ્વીર.

(11:53 am IST)
  • ગાંધીનગરમાં રીક્ષાચાલક સંગઠન અને વાહન વ્યવહાર વિભાગ વચ્ચે બેઠક શરૂ : દંડ ઓછો કરવાની માંગ રીક્ષાચાલકોએ ઉઠાવી access_time 5:42 pm IST

  • અમેરિકામાં ઈ સિગારેટ પીવાથી 18 લોકોના મોત : 1080 લોકોના ફેફસા ખરાબ થઇ જવાથી બિમાર : નિકોટીન ,તથા ગાંજો ભરેલી ઈ સિગારેટનું સેવન કરનાર વ્યસનીઓ પૈકી 80 ટકા 35 વર્ષથી ઓછી ઉંમરના : અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્સનનો અહેવાલ : ભારતમાં ઈ સિગારેટ ઉપર પ્રતિબંધ access_time 12:11 pm IST

  • કોઈ મોટી જાહેરાત તોળાઇ રહ્યાની ભારે ચર્ચા : નવી દિલ્હી : નાણા મંત્રી નિર્મલા સીતારામન, વિદેશ મંત્રી એસ જયશંકર અને હરદીપ પુરી બપોર પછી ગૃહમંત્રી અમિતભાઈ શાહને મળવા દોડી ગયા છે. કોઈ મોટી જાહેરાત તોળાઇ રહ્યાની ભારે ચર્ચા ચાલી રહી છે. access_time 5:45 pm IST