Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

સુરેન્દ્રનગરમાં CCTV કેમેરાનો પ્રોજેકટ પુર્ણ થાય તે પહેલા વાયરો રોડ પર દેખાયા

કરોડોના ખર્ચના ભ્રષ્ટાચાર છે કે કેમ? માત્ર બે ઇંચ જ ઉંડા કેબલ નાખ્યા છે!

વઢવાણ,તા.૪:સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદના પગલે જિલ્લામાં આવેલ રોડ રસ્તાઓ બિસમાર બન્યાં છે ત્યારે આ બાબતે નગરપાલીકાની પોલ પણ સામે આવી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નાખવા માં આવેલ કેમેરાઓ ૬ માસ પૂર્વે પણ હજુ શરૂ થયા નથી.

સુરેન્દ્રનગરમાં નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા શહેરમાં લગભગ રૂ. ૧૮ કરોડના ખર્ચે ૫૩ જેટલા કેમેરા લગાવવામાં આવ્યા છે..એટલે કે એક કેમેરા પાછળ ૨ લાખ ૯૪ હજાર ૪૪૪ના ખર્ચ કરવામાં આવ્યો છે...ત્યારે શહેરના મોટા ભાગના કેમેરાના કેબલ રોડ ખોદતાં બહાર આવી ગયા છે રોજ આ કેબલ પરથી વાહનો પસાર થાય છે.

સવાલ એ થાય છે કે શું માત્ર ૨ ઇંચ અંદર જ આ કેબલ નાખવામાં આવ્યા હતા ? આ કેબલ પર વાહન ચાલે તો એનાથી તંત્રને કઈં જ ફરક નથી પડતો ? આ બાબતને લઇ તપાસ કરવામાં આવે તો મોટા પાયે ભ્રષ્ટાચાર સામે આવવાની પુરી શકયતાઓ રહેલી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં નાખવા માં આવેલ કેમેરાઓને નુકસાન થાય તે પહેલાં વ્યવસ્થિત કરાવી અને ઉપયોગ કરવા માં આવે તેવી લોક માંગ ઉઠી છે.

(12:15 pm IST)