Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

બજરંગ ગ્રુપ આયોજીત

ધોરાજીની ભુલકા ગરબીમાં દિવ્યાંગ ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી

ધોરાજી તા. ૪ :.. છેલ્લા ૧૮ વર્ષ થયા. ભુલકા ગરબીનાં નિઃશુલ્ક આયોજનથી અદ્ભુત લોકચાહના મેળવનાર બજરંગ ગ્રુપ -ધોરાજી દ્વારા, આયોજીત ભુલકા ગરબીનાં ગ્રાઉન્ડ ઉપર જુનાગઢની મંગલમૂર્તિ ટ્રસ્ટનાં માનસિક ક્ષત્રીગ્રસ્ત દિવ્યાંગ બાળાઓ અને ખેલૈયાઓએ, કાલીનાગદમન, મયુર પંખી નૃત્ય, મોજમાં રે મોજમાં, રોણા શેરમા રે વિગેરે કૃતિઓ રજૂ કરીને ઉપસ્થીત શ્રોતાઓને ભાવવિભોર કરી દીધા હતાં.

આ તકે બજરંગ ગ્રુપનાં પ્રમુખશ્રી સી. સી. અંટાળા તથા સંસ્થાના તમામ સભ્યોએ આ માનસિક દિવ્યાંગોને જરૂરી તમામ સહકાર આાપ્યો હતો. મંગલમૂર્તિ ટ્રસ્ટનાં પ્રિન્સીપાલ શ્રી રોહીત પટેલએ જણાવેલ કે જો જરૂરી પ્રેમ લાગણી આપવામાં આવે તો આ માનસીક ક્ષતીગ્રસ્ત બાળકો પણ સામાન્ય બાળકોની જેમ પોતાનું કૌવત બતાવી શકે છે. તેના અંતરની ઉર્મીઓને વાચા આપી શકે છે. ખુબ જ પ્રેમ લાગણી આપવી જરૂરી છે.

(11:48 am IST)