Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

સાવરકુંડલામાં આકર્ષણ જમાવતી ખોડીયાર બાળ મંડળની ગરબી

 સાવરકુંડલાઃ સાવરકુંડલાના દેવળાગેઇટ વિસ્તારમાં આવેલા કૃષ્ણ પ્લોટ વિસ્તાર અને સર્વોદયનગર વિસ્તારમાં ખોડીયાર બાળ મંડળ દ્વારા છ દાયકાથી પ્રાચિન ગરબીનું આયોજન કરવામાં આવે છે. અહીં સ્થાપનાકાળથી આજ સુધી ગોવાળોનાં ગામઠી પહેરવેશ ધારણ કરી નાના બાળકોથી લઇ યુવાનોની અલગ અલગ રાસમંડળી - ધૂન અને ભજનના તાલ ઉપર સંપૂર્ણપણે પ્રાચીન ઢબથી મંડળી રમે છે. સાવરકુંડલા શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. દરરોજ રાત્રીનાં રાસ જોવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો આવે છે. અહિં રાસ રમવા અને જોવા આવતા તમામ માટે ખોડીયાર બાળ મંડળના કાર્યકરો દ્વારા દાતાઓનાં સહકારથી અલ્પાહાર પીરસવામાં આવે છે. અહીં નેસડી રોડ બસ સ્ટેન્ડ ચોકથી જયશ્રી સીનેમા સુધી વિવિધ લાઇટીંગથી રોશની કરવામાં આવી છે. તસ્વીરમાં પ્રાચીન ગરબા લેતા યુવાનો નજરે પડે છે. (તસ્વીરઃ દિપક પાંધી સાવરકુંડલા)

(11:59 am IST)