Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

ગોંડલના યુવાનો દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મજયંતીની ઉજવણી

ગોંડલ : ભારતના પનોતાપુત્ર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતિ ની ગૌરવ થી ઉજવણી કરી રહેલ છે. ત્યારે સમગ્ર વિશ્વે જેમને સદીના મહાનાયક તરીકે સર્વસ્વીકૃત કર્યા છે.તેવા મહાત્મા ગાંધીજી ની ૧૫૦જ્રાક જન્મ જયંતિ ની ઉજવણી ગોંડલ ના યુવાનો દ્વારા આજે સવારે કોલેજચોક ખાતે મહાત્મા ગાંધીજી નું જીવન ચરિત્ર ની પુસ્તિકા અને તેમના વિશે વિસ્તૃત માહિતી ના હેન્ડબીલ નું વિતરણ કરવમાં આવ્યું..વર્તમાન પેઢીને ગાંધીજી વિશે સાચી અને સચોટ માહિતી પ્રાપ્ત થાય તે માટે આજે આ પુસ્તકો નું વિતરણ કરવામાં આવ્યું..આ કાર્ય માં પ્રકૃતીપ્રેમી હિતેશભાઈ દવે,રજનીશ રાજપરા,અંકિત તલાવીયા,પ્રેમલ પંડ્યા,સંકેત જેઠવા,શૈલેષ માણેકભાઈ,આકાશ વગેરે એ ઉત્સાહ સાથે રાષ્ટ્રપિતા ના જન્મ દિવસ ની ઇજવણી કરી પોતાની સદ્દભાવના વ્યકત કરી હતી.(તસ્વીર - અહેવાલ : ભાવેશ ભોજાણી,ગોંડલ)(૪૫.૬)(તસ્વીર-અહેવાલ : ભાવેશ ભોજાણી,ગોંડલ)

(11:41 am IST)
  • છત્તીસગઢમાં ઓબીસી અનામત વધારીને 27 ટકા કરવા પર હાઇકોર્ટની બ્રેક : છત્તીસગઢ હાઇકોર્ટે રાજ્ય સરકારના એ નિર્ણંય પર રોક લગાવી છે જેમાં અન્ય પછાત વર્ગને 14 ટકાની જગ્યાએ 27 ટકા અનામત અપાવની વાત કહેવાય હતી : 15મી ઓગસ્ટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બુધેલે અન્ય પછાત વર્ગ માટે અનામતનો દાયરો 14 ટકાથી વધારીને 27 ટકા કરવાની જાહેરાત કરી હતી access_time 1:10 am IST

  • હરિયાણામાં કોંગ્રેસના 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં નવજોતસિંહ સિદ્ધુ ગાયબ : હરિયાણામાં કોંગ્રેસના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર : વિધાનસભા ચૂંટણીમાં સાંભળશે મોરચો :પંજાબની નજીકના આ રાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસના પ્રચારકોની યાદીમાં સિદ્ધુ ના નામની બાદબાકી access_time 12:58 am IST

  • ગાંધી જયંતિની ઉજવણી દરમિયાન મધ્ય પ્રદેશના રીવા શહેરમાં અસ્થિ કુંભની ચોરી : મહાત્મા ગાંધીના ફોટા ઉપર " રાષ્ટ્રદ્રોહી " લખી અસ્થિ કુંભ ઉપાડી જઈ અજ્ઞાત શખ્સો પલાયન access_time 12:14 pm IST