Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

ઉના પાસે ટાટા મેજીકના ચોરખાનામાંથી ૧ લાખનો ઇંગ્લીશ દારૂ ઝડપાયો

ઉના તા.૪: એહમદપુર માંડવી ચેક પોસ્ટના પોલીસે ટાટા મેજીકની અંદર ચોરખાનામાં છુપાવી લઇ જવાતે ૫૭૨ ઇગ્લીશ દારની બોટલ સાથે બે આરોપી પકડાયા માલ મગાવનાર સાથે પણ ગુનો દાખલ કરી રૂ.૧,૦૮,૬૦૯નો મુદામાલ પકડી પાડ્યો હતો.

એહમદપુર માંડવી ચેક પોસ્ટ ઉપર જીલ્લા પોલીસ ગીર સોમનાથ એસપી રાહુલભાઇ ત્રિપાડીની સુચનાથી દિવ ધોધલા તરફથી આવતા તમામ વાહનો એહમદપુર માંડવી ચેક પોસ્ટ ઉપર ફરજ બજાવતાં શાંતીલાલ વેલાભાઇ હેડ કોસ્ટેબલ એધોધલા તરફથી આવતું ટાટા મેજીક મીની ટ્રક નંબર જીજે-૧૧એલ-૯૬૪ને સેકાવી તપાસ કરતા તેમની પાછળ ઠાઠામાં પતરા નીચે ચોરખાના બનાવી તેમ છુપાવેલ પરપ્રાંતની ઇગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલ નંગ ૫૭૨ રૂ.૨૮૬૦૦ ત્થા ટાટા મેજીક મળી રૂ.૧ લાખ  ૮ હજાર ૬૦૯ રૂપીયાના મુદામાલ સાથે ચાલક ધીરૂ કરશન વાજા, લાલજી વીરા ચુડાસમાં રે.આકોલાની તા.ગીરગઢડા વાળાને પકડી ઉના લાવેલ પુછપરછ કરતાં આ દારૂનો જથ્થો તાલુકાના અજારગામે રહેતા અશ્વીન ધીરૂએ મંગાવેલ હોય પોલીસે તેની સામે ગુનો નોંધી પકડવા તજવીજ હાથ ધરી છે. પોલીસે દારૂની હેરફર કરતાં શખ્સોના કિમીયો નિષ્ફળ બનાવી દારૂનો જથ્થો પકડી પાડેલ છે.

(11:39 am IST)