Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

ઉપલેટા પોલીસ દ્વારા વૃક્ષારોપણ

 ઉપલેટાઃમહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી આખો દેશ કરતો હોય એમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા તથા જેતપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એચ.ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ ઉપલેટા પોલીસ દ્વારા ૧૫૦ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવાનુ આયોજન કરવામાં આવેલ જેમાં ઉપલેટા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ઉપલેટા પોલીસ તથા શહેરીજનો દ્વારા ઉપલેટા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જુદી જુદી જગ્યાએ ૫૦ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવેલ, કોલેજના આચાર્યશ્રીઓ તથા વિદ્યાર્થીઓ હાજર રહી મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કમ્પાઉન્ડમાં પ્રિન્સીપાલ શ્રી નંદાણીયા  સાથે કોલેજના વિદ્યાર્થીઓએ તથા ઉપલેટા પોલીસ તેમજ સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓ દ્વારા ૫૦ વૃક્ષોનો વૃક્ષારોપણ કરવામાં આવેલ,અને ભાલોડીયા મહિલા કોલેજ કમ્પાઉન્ડ ખાતે જુદી જુદી જગ્યાએ ભાલોડીયા મહિલા કોલેજના પ્રિન્સિપાલ શ્રી કાલાવડીયા  તથા ટ્રસ્ટી પ્રવીણભાઈ પટેલ તેમજ વિદ્યાર્થીનીઓએ ઉપલેટા મહિલા પોલીસ કર્મચારી તથા સ્ટાફ સાથે મળી ૫૦ વૃક્ષોનું વૃક્ષારોપણ કરેલ આમ ઉપલેટા પોલીસ તથા કોલેજના વિદ્યાર્થીઓ તેમજ શહેરીજનો સાથે મળી કુલ ૧૫૦ વૃક્ષોનું વાવેતર કરી મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

(11:38 am IST)