Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

ગોંડલમાં માથાના દુખાવા રૂપ ટ્રાફિક પ્રશ્નઃ રાહદારીઓએ ટ્રાફિક કલીયર કરાવવા પડે છે?

ગોંડલ ,તા.૪: છેલ્લા કેટલાક સમયથી ટ્રાફીક સમસ્યા શહેરીજનો માટે માથાં નાં દુખાવાંરુપ બનવાં પામી છે.આડેધડ ટ્રાફીક વચ્ચે પોલીસ ને શોધવી મુશ્કેલ હોય રાહદારીઓ પરેશાન બન્યાં છે.

શહેરની નાની,મોટી બજાર, માંડવીચોક, કડીયાલેન,ગુંદાળા દરવાજા,જેલચોક,બસ સ્ટેન્ડ વિસ્તાર,ગુંદાળા રોડ સહીત નાં વિસ્તારોમાં ટ્રાફીક સમસ્યા વિકટ બનવાં પામી છે.વારંવાર ટ્રાફીક જામ કે નાનાં મોટાં અકસ્માતો અહીં રોજીંદી દ્યટનાં છે.

લોકોમાં સ્વંયમ શિસ્ત નો અભાવ હોય રોડ ઉપર આડેધડ વાહનો પાકઁ કરી સમસ્યા ને વધું વિકટ બનાવી રહયાં છે.

ત્રીસ ફુટનાં રોડ પર બન્ને સાઇડ પાર્કીંગ થી દબાયેલી હોય ત્યારે ટુ વ્હીલર ચાલકો રોડ વચ્ચે વાહન પાકઁ કરી અકસ્માતોને નોતરું આપી રહ્યાં છે.

ટ્રાફીક હળવો કરવાં કોઈક જગ્યાએ  લેશમાત્ર અસર સમસ્યા ને હલ કરી શકતી નથી.શહેરની ટ્રાફીક સમસ્યાને હલ કરવાં પોલીસતંત્ર નિષ્ફળ નિવડ્યું છે.કેટલીક જગ્યાએ ચક્કાજામ વેળા રાહદારીઓ જ ટ્રાફીક કિલયર કરવાં મથામણ કરતાં નજરે પડે છે.

છેલ્લા કેટલાક સમયથી શહેરમાં વાહનો અને વસ્તી વધી છે.પણ પોલીસ ની સંખ્યા ઠેરની ઠેર રહેવાં પામી છે.પોલીસે ટ્રાફીક સમસ્યા નો કાયમી હલ કરવા માત્ર વાતોનાં વડાં કરવાને બદલે નક્કર પગલાં ભરવાં લોકમાંગ પ્રબળ બની છે.બેફામ બનેલી ટ્રાફીક સમસ્યા અંગે પોલીસ તેનું અસ્તિત્વ કયારે દાખવશે તેવાં સવાલો ઉઠવાં પામ્યાં છે.

(11:37 am IST)