Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

મેંદરડા પંથકની સગીરાને ટીનમસનો શખ્સ ભગાડી ગયો

જુનાગઢ તા. ૪ :.. મેંદરડા તાલુકાનાં સમઢીયાળા ગામે રહેતા એક પરિવારની ૧૭.૭ વર્ષની સગીર વયની પુત્રીને ગત તા. બે ના રોજ વંથલી તાલુકાનાં ટીનમસ ગામનો રાહુલ હમીરભાઇ ધોયલ નામનો શખ્સ સમઢીયાળા ખાતેથી લલચાવી ફોસલાવીને ભગાડી જઇ અપહરણ કરી ગયો હતો.

આ અંગે સગીરાનાં પિતાએ ફરીયાદ નોંધાવતા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર કે. એમ. ગૌસ્વામીએ તપાસ હાથ ધરી છે.

(11:35 am IST)