Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

બોટાદ જીલ્લા ડાયમંડ એશો. દ્વારા રાજકોટ રૂરલ પોલીસનું સન્માન કરાયું

જસદણ પો.સ્ટે વિસ્તારમાં બનેલ લૂંટના બનાવને રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગણતરીના કલાકમાંજ ગુન્હાનો ભેદ ઉકેલી આઠ આરોપીઓને ૧૦૦ ટકા મુદ્દામાલ સાથે પકડી પાડી સારી કામગીરી કરવા બદલ બોટાદ જીલ્લા ડાયમંડ એશોસીએશન ના પ્રમુખ શંકરભાઇ ધોળુ તથા પ્રદિપભાઇ ગ્રાભવા તથા લાભુભાઇ તથા મોહનભાઇ તથા કાનજીભાઇ તથા અન્ય આગેવાનો તથા એશોસીએશનના સભ્યો બોટાદથી રાજકોટ પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા એલ.સી.બી. પો. ઇન્સ. એમ.એમ.રાણા તથા તમામ કર્મચારીઓને રૂબરૂ મળી શુભેચ્છા પાઠવી અને ગુલદસ્તા તથા શાલ ઓઢાડીને સન્માન કરેલ હતું તે તસ્વીર નજરે પડે છે.

(11:33 am IST)