Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

સુરેન્દ્રનગર અભાવિય દ્વારા મેગો ડેમોસ્ટ્રેશન

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મેગો ડેમોસ્ટ્રેશનનું એમ.પી.શાહ કોમર્સ કોલેજ, બસ સ્ટેન્ડ રોડ સુરેન્દ્રનગર ખાતે આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરેન્દ્રનગર દ્વારા બહેનોને નિઃશુલ્ક સ્વરક્ષાની તાલીમ આપવામાં આવી હતી. જેમાં ૧૦૯૪ જેટલી બહેનોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ગુજરાત પ્રાંત સંગઠનના મંત્રી અશ્વિનીજી શર્મા, મંત્રી મીનાક્ષીબેન શાહ, ચેમ્બર ઓફ કોમર્સના ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા અધ્યક્ષિકા માધવીબેન શાહ, વિભાગ કાર્યવાહજી, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સુરેન્દ્રનગરના મનહરસિંહ ઝાલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ ફઝલ ચૌહાણ, વઢવાણ)

(11:31 am IST)