Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

જેલમાં પણ રચનાત્મક પ્રવૃતિઓ માટે પુરતો અવકાશ : કેદીઓ પણ ભાવવિભોર

જામનગરમાં ૯૦ કેદીઓને જેલ માફીનો લાભ મળશે

જામનગર તા.૪:ઓકટોબર, મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી નિમિત્ત્।ે રાજયની જેલોમાં સજા ભોગવતા કેદીઓને સરકારશ્રીએ ખાસ રાજયમાફી આપવાનો નિર્ણય કરેલ જે અંગે  જામનગર જિલ્લા જેલમાં અલગ અલગ ગાંધી વિચારધારાના કાર્યક્રમો તેમજ સામુહિક સફાઇ અભિયાન અને મુકત થતા કેદીઓને પુજય બાપુની પ્રતિમાને સુતરની આંટી, ફુલહાર પહેરાવી કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ પ્રસંગે રાજય માફી મેળવી જેલ મુકત થતા કેદીઓને જિલ્લા જેલ અધિક્ષકશ્રી નાસિરૂદ્દીન એસ.એલ. દ્વારા ગાંધીજીના જીવન અને જેલમાં પસાર કરેલ  સમયગાળા અંગે માહિતી અપાઇ હતી. આ પ્રસંગે અધિક્ષકએ જેલમાં લખાયેલા હિટલરના મેન કામ્ફ, નેલ્સન મંડેલાના 'કન્વર્ઝેશન વિથ માય સેલ્ફ'ના ઉદાહરણો ટાંકી જેલમાં રચનાત્મક પ્રવૃત્ત્િ। માટે રહેલ અવકાશ તથા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ વગેરે જેવા મહાનુભાવોના જીવનમાં થયેલા વૈચારિક પરિવર્તનો વિશે ઊંડાણપુર્વક સમજ આપી હતી. જેલ મુકત થયા બાદ પણ કેદી ભાઇઓ બાપુ સાથે જોડાયેલા રહે તેવા આશયથી બાપુના જીવન પર લખાયેલા પુસ્તકો પણ ભેટ કરાયા હતા.

કાર્યક્રમ બાદ માફીની પાત્રતા ધરાવતા કુલ-૦૯ કેદીઓને માફીનો લાભ આપી, પુષ્પગુચ્છ અર્પણ કરી તેમજ મોં મીઠું કરાવી જેલ મુકત કરેલ હતા. આ પ્રસંગે મુકત થતા કેદી ભાઇઓએ તેમને જેલ પ્રશાસન દ્વારા આપવામાં આવેલ લાઇબ્રેરી, લેખન-વાંચનનાં વર્ગો, અપાયેલી રોજગાર તાલીમ તથા અધિક્ષકશ્રી દ્વારા સમયાંતરે અપાયેલા મોટીવેશનલ લેકચરો માટે અધિક્ષક અને જેલ પ્રશાસનનો આભાર વ્યકત કર્યો હતો. તથા ફરી જેલમાં આવું પડે તેવુ કોઇ કૃત્ય ન કરી તંદુરસ્ત સામાજિક જીવન જીવી સારા ભારતીય નાગરિક બનવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો.

(9:59 am IST)