Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

ગોંડલ મહારાજા રાજ્યની દરેક પ્રજાના દિલમાં વસે છે તે દેખાઇ આવ્યું : રાજવી પરિવાર

ગોંડલ તા. ૪ : સિટી પોલીસ મથકમાં ગતરોજ જિલ્લા પોલીસવડા બલરામ મીણા દ્વારા મહારાજા સર ભગવતસિંહજી ની તસવીર હટાવવાના આદેશ અપાતા ગોંડલ સહિત સમગ્ર તાલુકામાં અને ગોંડલ રાજયની પ્રચારમાં રોષ ભભૂકી ઉઠયો હતો, અને સમગ્ર ઘટનાની જાણ યુવરાજ હિમાંશુસિંહજીને થવા પામી હતી. દરમિયાન શહેર તાલુકાની પ્રજા નામી-અનામી સામાજિક સંસ્થાઓ ના વડા સેવાકીય સંસ્થાઓ દરેક ગામના સરપંચ તેમજ ગોંડલ રાજયના તમામ લોકો રાજવી પરિવારનો સંપર્ક કરી રોષ વ્યકત કરી રહ્યા હતા.

બાદમાં ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજા નગરપાલિકાના તમામ સદસ્યો શહેર-તાલુકાની સામાજિક સંસ્થાઓ તેમજ શહેરીજનોએ એકત્રિત થઈ રેલી સ્વરૂપે શહેરના રાજમાર્ગો પર નીકળી પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપી મહારાજા સર ભગવતસિંહ પ્રત્યેનો અનન્ય પ્રેમ દાખવ્યો હોય રાજવી પરિવાર સર્વે નો આભારી છે તેવું યુવરાજ હિમાંશુસિંહજી એ જણાવ્યું હતું.(૨૧.૧૪)

(12:25 pm IST)