Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

પોરબંદર મીલપરા ફાયરીંગનો મુખ્ય આરોપી ઓરિસ્સાનો વાસુદેવ નાહક અલંગમાંથી ઝડપાયો

પોરબંદર, તા. ૪ : મીલપરામાં ફાયરીંગ વાળા બનાવમાં રાજુ રાણાએ ગુનામાં ઉપયોગ કરેલ અને  તેને હથીયાર સપ્લાય કરનાર મુખ્ય આરોપી ઓરિસ્સાના વાસુદેવ નાહકને ભાવનગર જિલ્લાના અલંગ ખાતેથી ધરપકડ એસ.ઓ.જી.એ કરી છે.

ગઇ તા. ર૭ ઓગસ્ટ રાત્રી સમયે મીલપરામાં રહેતા ભરત ઉર્ફે ભલાભાઇ મુરૂભાઇ મૈયારીના રહેણાંક મકાને રાજુ રાણા ઓડેદરા રહે. ગીતાનગર ખાપટ પોરબંદર વાળા દ્વારા પ્રશાંતભાઇ ઉર્ફે પપ્પુ સીસોદીયા ઉપર ફાયરીંગ કરતા પેટમાં પેડુના ભાગે ગંભીર ઇજા થયેલ જે અન્વયે કમલા બાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ અને આ કામે તપાસ દરમ્યાન રાજુ રાણા ઓડેદરા રહે. પોરબંદર વાળાએ ગુનામાં ઉપયોગ કરેલ હથીયાર તપાસ કરનાર એન.એન. રબારી પોલીસ ઇન્સ્પેકટર કમલાબાગ પોલીસ સ્ટેશન, પોરબંદરનાઓને કાઢી આપતા કબ્જે થયેલ અને સદરહું હથીયાર રમેશ ચનાભાઇ ઓડેદરા રહે. ખાપટ પોરબંદર વાળાએ આપેલ હોવાની હકીકત તપાસ દરમ્યાન ખુલેલ હોય આરોપી રમેશ ચનાભાઇ ઓડેદરા ગુનો જાહેર થયા બાદ શોધખોળ કરતા મળી આવતો ન હોય અને નાસી ગયેલ હોય નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંગ પવારની સુચના અને માર્ગદર્શન મુજબ તથા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની તથા નાયબ પોલીસ અધિક્ષક જે.સી. કોઠીયા  પોરબંદર શહેરનાઓએ અલગ અલગ ટીમો બનાવી આરોપીને શોધી કાઢવા સુચના કરતા એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર કે.આઇ. જાડેજા તથા પો.સબ ઇન્સ. એચ.સી. ગોહિલ તથા સ્ટાફના માણસોએ આરોપી રમેશ ચનાભાઇ ઓડેદરાને રાજકોટ ખાતેથી ઝડપી પાડેલ અને પોરબંદર લાવી કોવિડ રીપોર્ટ માટે હોસ્પિટલ મોકલી આપેલ અને રીપોર્ટ નેગેટીવ આવતા આરોપીને તા.૧૦ સપ્ટેમ્બરે અટક કરી પૂછપરછ કરતા પોતે આ ગુનામાં ઉપયોગ થયેલ પીસ્ટલ રાજુ રાણા ઓડેદરાને આપેલ હોવાની તેમજ પોતે આ પીસ્તોલ સને ર૦૧૩ના વર્ષમાં ભાવનગર જિલ્લાના અલંગ ખાતેથી વાસુ ઉડીયા નામના વ્યકિત પાસે લીધેલ હોવાની હકીકત જણાવતા એસ.ઓ.જી. તથા પેરોલ/ફર્લોની એક ટીમ અલંગ ખાતે તપાસમાં મોકલી આરોપી વાસુદેવ ગોવિંદ નાહક રહે. મૂળ-ઓરિસ્સા હાલ રહે. અલંગ મનાર વાળા મળી આવતા પૂછપરછ અર્થે પોરબંદર લાવી પૂછપરછ કરતા પોતે રમેશ ચનાભાઇ ઓડેદરાને સને ર૦૧૩ના વર્ષમાં હથીયાર વેંચાતું આપેલ હોવાની હકીકત જણાવતા આરોપીને કોવિડ રીપોર્ટ માટે ભાવસિંહજી હોસ્પિટલ મોકલી આપેલ અને આરોપીનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવતા આરોપીની ધરપકડ કરેલ છે. હજુ અન્ય સંડોવાયેલ આરોપીને ઝડપી પાડવામાં આવશે.

કામગીરી પોલીસ ઇન્સ્પેકટર કે.આઇ. જાડેજા તથા પો.સબ ઇન્સ. એચ.સી. ગોહિલ તથા એ.એસ.આઇ. એમ.એમ. ઓડેદરા તથા હેડ કોન્સ. એમ.એમ. બેલીમ તથા પો.હેડ કોન્સ. સરમણભાઇ સતીયા તથા પોલીસ કોન્સ. વિપુલભાઇ બોરીચા તથા પેરોલ/ફર્લો સ્કોડના પોલીસ હેડ કોન્સ. પીયુષભાઇ બોદર તથા પો.કોન્સ. પ્રકાશભાઇ નકુમ તથા વજશીભાઇ વરૂ વિગેરે જોડાયેલ હતા.

(11:46 am IST)