Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

જામનગરને સંક્રમણ મુકત બનાવવા નિર્ધાર : સંજીવની રથનો પ્રારંભ

૧૨ નવા ધનવંતરી રથ પણ થશે કાર્યરત : શહેર વિસ્તારમાં કુલ ૩૨ ધનવંતરી રથ દ્વારા કોરોના સામેની લડાઇ લડવામાં આવશે : વધુ ૫૦ આયુર્વેદ ડોકટરો સેવા આપશે : દરેક વિસ્તારમાં મહિનામાં ૨ વાર હોમ ટુ હોમ સર્વેલન્સ થશે : ૧૦૪ માટેની ડેડીકેટેડ ટીમનું ગઠન

જામનગર,તા.૪:  અધિક મુખ્ય સચિવશ્રી પંકજકુમાર હાલ જામનગરની મુલાકાતે છે ત્યારે જામનગરમાં વધતા કોરોના સંક્રમણની સામે લડત આપવા અધિક મુખ્ય સચિવશ્રીએ વહીવટીતંત્ર સાથે બેઠક યોજી આગામી દિવસોમાં કોરોના સામેની લડત માટેની કામગીરી અંગે વિગતવાર આયોજન કર્યું છે.

જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જામનગર ગ્રામીણ વિસ્તારના સાપેક્ષમાં ખૂબ વધુ કેસ જોવા મળ્યા છે ત્યારે અધિક મુખ્ય સચિવશ્રીએ મહાનગરપાલિકા સાથેની બેઠકમાં મહાનગરપાલિકા વિસ્તારમાં આઈ.ઇ.સી. એકિટવિટી, કોન્ટેકટ ટ્રેસિંગ, કન્ટેનમેન્ટ ઝોન, સર્વેલન્સ વગેરેની કામગીરી માટે ડિટેલ પ્લાનિંગ કર્યું હતું, જેમાં જણાવ્યું હતું કે, જામનગરમાં કોરોના સામેની લડાઈમાં દરેક યુ.એચ.સીમાં વર્ગ-૧ સમકક્ષ નાયબ કલેકટરની નિમણુંક કરવામાં આવી છે જેના દ્વારા તે વિસ્તાર અંતર્ગતની કોન્ટેકટ ટ્રેસિંગ, સર્વેલન્સ અને તે વિસ્તારના લોકોમાં ધનવંતરી રથ દ્વારા આરોગ્યની સેવાઓ બાબતો પર સીધીઙ્ગ દેખરેખ રાખવામાં આવશે.

હાલમાં જામનગર શહેરમાં ૨૦ ધનવંતરી રથ કાર્યરત છે તેના સ્થાને વધુ ૧૨ નવા ધનવંતરી રથ કાર્યરત કરી શહેરમાં કુલ ૩૨ ધનવંતરી રથ લોકોની સેવા અર્થે સતત કાર્યરત રહેશે. શહેરની તમામ વસ્તીને તમામ પ્રકારનું હેલ્થ ચેકઅપ, સ્ક્રિનિંગની સુવિધાઓ પણ ધનવંતરી રથ દ્વારા કરવામાં આવશે, જેમાં સારી(સિવિયર અકયુટ રેસ્પીરેટરી ઇલનેસ), શરદી-ખાંસી, તાવના સિમ્ટેમેટિક દર્દીઓ વગેરેના સ્ક્રિનિંગ પણ કરાશે.

આ સાથે જામનગરમાં સંજીવનીરથનો પ્રારંભ પણ કરવામાં આવશે, જેની સાથે ૧૦૪નંની આરોગ્યસેવા માટે મેડિકલ ઓફિસર સહિતની એક ડેડીકેટેડ ટીમ સતત કાર્યરત રાખવામાં આવશે, જેઓ રાજયના ૧૦૪ નંબરના કંટ્રોલરૂમ સાથે સીધા સંપર્કમાં રહી લોકોને તાવ, શરદી વગેરેની ફોન કોલ સેવાઓ પણ આપશે અને ૧૦૪ દ્વારા આ સેવા નાગરિકોને ઘરઆંગણે મળી શકશે.

કોર્પોરેશનના અધિકારીઓ સાથે અધિક મુખ્ય સચિવશ્રીએ આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા કરી હતી જેમાં ઉમેર્યું હતું કે, હાલમાં કોરોના સંક્રમણ માટે અટકાયતી તેમજ સારવારલક્ષી કામગીરીને સર્વે કામગીરીમાં સર્વોપરી-ટોચ અગ્રતા આપવામાં આવશે. રોજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રોજબરોજની કોરોના અંગેની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. આયુર્વેદ યુનિવર્સિટીમાંથી આઇ.પી.જી.ટી વિભાગના ૫૦ મેડીકલ ઓફિસરો કોર્પોરેશન માટે ફાળવવામાં આવ્યા છે જે કોરોના સંબંધિત વિશેષ સેવાઓ આપશે. મહાનગરપાલિકાને કોવિડ માટે આવશ્યક દવા અને અન્ય લોજિસ્ટિક પણ તાત્કાલિક મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. કોર્પોરેશન કક્ષાએ ખાસ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કરવામાં આવી છે તેમજ ત્રણ મામલતદારની નિમણૂક સાથે શહેરમાં કોરોના સામેની લડાઈ પૂરજોશમાં લડવામાં આવશે.

મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા મહિનામાં ૨ વાર દરેક વિસ્તારમાં હોમ ટુ હોમ સર્વે કરવામાં આવશે, આ સર્વે સરળ અને અસરકારક બનાવવા માટે પ્રથમ સપ્તાહમાં વલ્નરેબલ એટલે કે કેન્સર, ડાયાબિટીસ, હાઇબ્લડપ્રેશર, હાઇપરટેંશન વગેરે જેવા રોગથી પીડાઇ રહેલા લોકોનું પ્રથમ અઠવાડિયામાં સ્ક્રીનીંગ કરવામાં આવશે, ત્યારબાદ બીજા અઠવાડિયામાં નોન વલ્નરેબલ-સામાન્ય લોકોનું પણ ચેકઅપ કરવામાં આવશે, આમ ૧૫ દિવસમાં દરેક વિસ્તારના સર્વેલન્સ સાથે જામનગર શહેરની તમામ જનતાની આરોગ્ય ચકાસણી કરવામાં આવશે. આ સાથે જ આયુષ મંત્રાલયના ગુજરાત રાજય નિયામકશ્રીને પણ શહેરના લોકો માટે ઉકાળા વિતરણ, આર્સેનિક આલ્બમ દવા અને શમશમની વટીના વિતરણ તેમજ આયુષ મંત્રાલયના સૂચનોથી લોકોને વધુ જાગૃત કરવા માટે ખાસ ફરજ સોંપવામાં આવી છે.

કોરોના સામેની આ લડતમાં હવે માસ્ક, સોશિયલ ડિસ્ટંસની કડકાઈથી અમલવારી કરવામાં આવશે, આ વેશે ખૂબજ અસરકારક મોનીટરીંગ કરવામાં આવશે. લારી-ગલ્લા કે દુકાન ઉપર જો ભીડ દેખાશે તો પોલીસ અને એસ.ડી.એમના સંયુકત નિર્ણય દ્વારા આવા એકમોને સીલ પણ કરવામાં આવશે તેની લોકો ખાસ નોંધ લે. જામનગર શહેરમાં અનેક એસિમ્ટોમેટીક અને માઇલ્ડ સિમ્ટોમેટીક દર્દીઓ હોમ આઇસોલેશનમાં રહ્યા છે ત્યારે હોમા આઇસોલેશનમાં રહેલ દરેક વ્યકિતની ચોકસાઇપુર્વકની ચકાસણી થાય તે માટે દરેક યુ.એચ.સી. વિસ્તારમાં એક મેડિકલ ઓફિસરની નિયુકિત કરવામાં આવશે જેઓ હોમ આઇસોલેટ વ્યકિતઓનું રેગ્યુલર ચેકઅપ કરશે.

આ સપ્ટેમ્બર માસ કોરોનાની બાબતમાં ખૂબ જ પ્રેકિટકલ છે, ત્યારે આ નિર્ણય સાથે લોકોની જાગૃતિ પણ અતિ આવશ્યક છે, કોમોર્બિડ કન્ડિશન એટલે કે નાના બાળકો, સગર્ભાઓ, સિનિયર સિટીઝન વ્યકિતઓ કે ડાયાબિટીસ, હાયપરટેન્શન, હાઈ બ્લડપ્રેશર, કેન્સર જેવી ગંભીર બીમારીઓ ધરાવતા લોકોએ ખાસ ઘરમાં રહેવું, અતિઆવશ્યક સંજોગો સિવાય ઘરની બહાર ન નીકળવું. માસ્ક અને સોશિયલ ડિસ્ટંસનું પાલન કરવું, હાથને થોડા-થોડા સમયાંતરે સાબુ અને પાણી દ્વારા ધોઈ સ્વચ્છ કરવા  જેવા નિયમોનું લોકો ખાસ પાલન કરે.ઙ્ગ આ નિયમોના પાલન દ્વારા જ આ કોરોનાની લડાઈ જીતી શકાશે. દરેક નાગરિકો પોતાની જાત માટે જાગૃત થઈ પોતાના પરિવારની કાળજી રાખી અને કોરોના સામેની લડાઇ લડશે તો જ આ સંક્રમણની સાંકળને આપણે તોડી શકીશુ અને જામનગરને ફરીથી સલામત જામનગર બનાવી શકીશુ તેમ કમિશનરશ્રી સતીષ પટેલે કહ્યું હતું.

દર્દીના સગા માટે ટેમ્પરરી વેઇટિંગ એરિયા બનાવાશે

જામનગર ખાતે કોવિડની લડાઈમાં વધુ અસરકારક લડત લડવા માટે ગુજરાત રાજયના મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી પંકજકુમાર બે દિવસથી જામનગરની મુલાકાતે છે, જયાં તેમણે કોવિડ હોસ્પિટલો, કોવિડ કેર સેન્ટરો, યુ.એચ.સી વગેરેની મુલાકાત લઈને જામનગર જિલ્લો આ મહામારી સામેની લડાઈમાં વધુ અસરકારક રીતે લડત આપી શકેઙ્ગ એ માટે બેઠકો યોજી માઈક્રો પ્લાનિંગ કરેલ છે.ઙ્ગ

ત્યારે આજરોજ ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ ખાતે યોજાયેલી બેઠકમાં કોવિડ હોસ્પિટલ અંગે અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં હાલ જી.જી.હોસ્પિટલ ખાતેઙ્ગ૬૯૮ બેડ ઉપલબ્ધ છે આ ઉપરાંત ટી.બી.સી.ડી બિલ્ડીંગ ખાતે ૧૨૭ બેડ, જુના સીઝનલ ફ્લૂ વોર્ડ સર્જરી બિલ્ડીંગ ખાતે ૨૨૦ બેડ તેમજ જૂની બિલ્ડીંગ ખાતે ૧૫૦-૧૯૦  જેટલા બેડ કોવિડ માટે તાત્કાલિક તૈયાર કરવામાં આવશે,જેમાં ૧૫ આઇ.સી.યુ. બેડ પણ રહેશે આમ જામનગર ખાતે કોવિડની સારવાર માટે ૧૨૦૦ બેડની વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવશે.ઙ્ગ

આ ઉપરાંત કોવિડ હોસ્પિટલ ખાતે વધારાના ૬૦ વેન્ટિલેટરની આવશ્યકતા હોય તેની પણ તાત્કાલિક પૂર્તિ કરવામાં આવશે, હાલ હોસ્પિટલ ખાતે ૧૬૦ વેન્ટિલેટર ઉપલબ્ધ છે. હોસ્પિટલના દરેક માળને સેપરેટ ઓકિસજન લાઈન બેકઅપ નાખવાની પ્રક્રિયા પણ તાત્કાલિક ચાલુ કરવામાં આવેલ છે. આ સાથે જ હાલમાં કોવિડ દર્દીઓ ખૂબ ગંભીર પરિસ્થિતિમાં આવતા હોય તેમને તાત્કાલિક ઓકિસજનની જરૂર હોઇ ઓકિસજનની મોટી ૨૦,૦૦૦ લીટરની ટેંક મૂકવા માટેની કાર્યવાહી પણ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવશે. હોસ્પિટલના સ્ટાફને સમયાંતરે ડિઝાસ્ટર મોકડ્રીલ પણ કરાવવામાં આવશે. કોવિડની સારવાર માટે આવશ્યક ઇંજેકશન રેમ્ડેસીવીરનો પૂરતો જથ્થો પણ પૂરો પાડવામાં આવશે.

 દરેક વોર્ડમાં ઓનલાઈન એન્ટ્રી અને ડેટાની ચોકસાઈ રહે તે માટે ટેબલેટ આપવામાં આવશે, આ ઉપરાંત સિવીયર અકયુટ રેસ્પીરેટરી ઇલનેસ ધરાવતા દર્દીઓ ડેટાનું પ્રોજેકશન અને એનાલીસીસ પણ કરવામાં આવશે. હાલમાં ૨૫ ખાનગી એનેસ્થેસિયા અને પલ્મોનોલોજી ડોકટરો હોસ્પિટલ ખાતે ફરજ બજાવે છે તેમાં વધારો કરી અન્ય પ્રાઇવેટ ડોકટરોને પણ કોવિડમાં સેવા આપવા માટે જોડવામાં આવી રહ્યા છે. હાલ સુધીમાં કોરોના માટેના આર.ટી.પી.સી.આર સેમ્પલ કલેકશન માટે હોસ્પિટલમાં ઉપરના માળે દર્દીઓને જવું પડતું જયારે હવેથી તેમના સેમ્પલ કલેકશનની પ્રક્રિયા ઓ.પી.ડી સાથે ગ્રાઉન્ડ ફ્લોર પર જ કરવામાં આવશે.

 કોવિડના દર્દીના સગાઓને હોસ્પિટલ ખાતેથી તેમના સ્વાસ્થ્યની જાણ થતી રહે તે માટે હેલ્પ ડેસ્ક શરુ કરવામાં આવેલ છે જેમાંથી હવે દર્દીના સગાને દિવસમાં એકવાર ફોન કરી કાઉન્સેલિંગ પણ કરવામાં આવશે. તદુપરાંત જે દર્દી સાજા થઇ ડિસ્ચાર્જ મેળવતા હશે તેવા દર્દીના પરિવારને ડિસ્ચાર્જના અગાઉના દિવસે તેમના વિશેની જાણ કરવામાં આવશે અને દર્દીને ડિસ્ચાર્જના દિવસે સવારે ૧૨:૦૦ થી ૧:૦૦ વાગ્યા દરમિયાનમાં બપોરના ભોજન બાદ ડિસ્ચાર્જ કરવામાં આવશે તેમજ પેશન્ટ અટેંડંટની નિમણૂંક કરાશે.

સાથે જ જે દર્દીના સગા ડિસ્ચાર્જ સમયે દર્દીને લેવા ન આવી શકે અથવા વાહન ન હોય તેવા દર્દીને ઘરે મુકવા જવા માટે પણ કોર્પોરેશન અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વાહનની વ્યવસ્થા કરવામાં આવશે. ડિસ્ચાર્જ થયેલ દર્દીઓને ડિસ્ચાર્જ સમયે ડિસ્ચાર્જ કીટ આપવામાં આવશે, જેમાં સેનેટાઈઝરની બોટલ, ત્રિપલ લેયર માસ્ક, પાણીની બોટલ તેમજ ડિસ્ચાર્જ થયા બાદ પણ ધ્યાનમાં રાખવાની બાબતોનુંઙ્ખ ડુ એન્ડ ડોન્ટ પેમ્ફલેટ આપવામાં આવશે. કોવિડના દર્દીના સગાઓ માટે બેરીકેટની આગળ ટેમ્પરરી વેઇટીંગ એરિયા બનાવવામાં આવશે. સંપૂર્ણ હોસ્પિટલમાં સતત સીસીટીવી દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે.

(11:42 am IST)