Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

પોરબંદર ગાંધી જન્મભૂમિમાં દારૂબંધી કાયદાની અસર પાંગળી રહ્યાની ફરીયાદો

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૪ : રાષ્ટ્રપિતા પુ.મહાત્માગાંધીજીની  ૧૫૦મી જન્મજયંતી ઉજવણી આખરી તબકકામાં આગળ વધી રહી છે. ગુજરાતમાં દારૂ નશાબંધી લાગુ કરાયેલ છે. તેનો અમલ માત્ર કાગળ જણાય છે. દારૂ નશાબંદી  ભારત સ્વતંત્ર થયા બાદ જે તે સમયે ગુજરાત મુંબઇ ઇલાકામાં હતુ અને અલગ સૌરાષ્ટ્ર રાજયની રચના પણ થયેલ. સૌરાષ્ટ્ર રાજયનું જોડાણ મુંબઇ ઇલાકા સાથે હતુ તે સમયે ચુસ્ત કોંગ્રેસી દ્રઢનિશ્ચય મનોબળ ધરાવતા વચનબધ્ધતા હિમાયતી રાષ્ટ્રપિતાની નજીકના ગાંધીવાદી કોંગ્રેસી નેતા જે તે સમયના ગૃહમંત્રી મુખ્યમંત્રી મોરારજીભાઇ દેસાઇએ મુંબઇ ઇલાકામાં દારૂબંધીનો અમલ શરૂ કરાવ્યો પરંતુ ગાંધી જન્મભૂમિમાં તેની અસર પાંગળી રહી છે.

મુંબઇમાં દારૂબંધીનો કાયદો હળવો કરવામા આવતા દેશી પરપ્રાંતિય વિદેશી દારૂના બાર તેમજ વાઇન શોપ, શેરીએ ગલીએ દેશી દારૂના ધંધાર્થીઓ વિના રોકેટોકે શાંતિથી લાયન્સ પધ્ધતીથી ધંધો કરી રહ્યા છે. હોટલોમાં પરપ્રાંતીય વિદેશ દારૂ પીરસવામાં આવે છે જયારે ગુજરાતમાં આ કાયદો કડક રીતે અમલમાં હોવાનો સરકાર દ્વારા દાવો આગળ ધરાય છે તેમના અમલીકરણ માટે પોલીસ અને આબકારી નશાબંધી ખાતાને સતા સોપી છે.

પરપ્રાંતમાંથી સીધો ઉત્પાદિત માલની ડીલીવરી અથવા એજન્ટ મારફત આવે બોસની ભુમિકા પણ સમજયા જેવી હોય છે. દેખાવ સરળ સાદો જણાય. કપડા લતા પહેરવેશ સાદા તો કેટલાક માનસ કેટલાક શરીર પર સુવર્ણ ધારણ ગામને હિસાબ પહેરેલ પર બહારથી નિખાલસતા ભીતરમાં ક્રુરતા ભરતી હોય તો લાભ સમયાંતરે સરકાર ચલાવતી વ્યકિત ઉઠાવે છે ખરા સાચા અર્થમાં જ વ્યકિત છુપો બોસમાં છુપાયેલ હોય છે.

ગુજરાત સરકાર અને તેની એજન્સી પાસે વિસ્તૃત માહિતી છે તેનુ અમલીકરણ કેટલુ? અત્રે રાષ્ટ્રપિતા પુ.મહાત્માગાંધીજી જન્મભૂમિ આવા જ અંધકારમાં ફસાયેલ છે.  દેશી દારૂના હાટડા કરતા સ્વદેશી બનાવટ પરપ્રાંતીય વિદેશી દારૂનુ ધૂમ વેચાણ જાહેરમાં છુપાવા રૂસ્તમ જેમ થઇ રહેલ છે.યોગ્ય સમયે ઘર આંગણે ડીલેવરી મેન માલ પહોચાડી દયે. ભાવપણ યોગ્ય જાળવણી હોય છે. આ ધંધો કાળો છે પરંતુ ઇમાનદારી વચનબધ્ધતાથી વિશ્વાસથી ભરેલો છે પોરબંદરમાં લાખો રૂપિયા તો માલ પરપ્રાંત રાજયમાંથી ઠલવાય છે. તેમા દગાખોરી નહી માલ પકડાય તો પણ નાણા ચુકવાય જાય. નિયમીત નિયત તારીખે હપ્તા પણ પહોચી જાય. તેમા ચુક આવે નહી કાળો ધંધો વહેવાર સાચવે છે. તેવી ચર્ચા છે.

હેલ્થ પરમીટ વધુમાં વધુ રાષ્ટ્રપિતા પુ.મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાંથી નીકળતી હશે. તેવો અંદાજ છે. આ હેલ્થ પરમીટ મેળવવા ડોકટરની સહી પ્રમાણપત્ર આપવાનો બાંધેલ હોય છે. તે ચર્ચીત છે. હોસ્પીટલમાંથી એજન્ટના સંપર્કથી અથવા કાંડથી કાર્ય સિધ્ધ થાય છે. મોટાભાગે હેલ્થ પરમીટ દ્વારા બિયરનો કવોટા મેળવાય છે તે લેવા માટે બહાર જવુ પડે છે. હેલ્થ પરમીટ મેળવનાર વર્ગમાં જુજ પીનાર પોતાના માટે ઉપયોગ કરનાર વર્ગ ઓછો છે પરંતુ કવોટાનો માલ મેળવનાર બારોબાર વહેચી કુટુંબનું ગુજરાન ચલાવે છે. જવાબદારી પુર્ણ કરવા પ્રયત્ન કરે છે પરંતુ તેમા દુષણ છે. બહારથી ડુંગરમાંથી દેશી માલ પણ એટલો જ પુષ્કળ પ્રમાણમાં ઠલવાય છે. તે માલ મંગાવવામાં અગ્રેસર કોણ હોય છે? તેની સંજ્ઞા છે સીધો યા પાળેલ ઉંટ મારફત દેશી માલ મળી રહે છે. શ્રમીક વધુ પડતો ઉપયોગ કરે છે. રાષ્ટ્રપિતાના જન્મસ્થાન નજીક  નિયત સમયમાં માલની ડીલીવરી સંજ્ઞા મળતા થઇ જાય છે. સાચો બોસ છુપો રૂસ્તમ તે હોય છે બાહ્ય નામ બીજુ હોય છે. જૂના પોરબંદર શહેર મધ્યે દેશ વિદેશના અનેક પર્યટક યાત્રિઓ, ભારત સરકારના મોભીઓ, મંત્રીઓ, મહામહિમ, પ્રધાન સહિત મુલાકાત લ્યે છે. રાષ્ટ્રીય કાર્યક્રમો યોજાય છે. દરવર્ષે બીજી સર્વધર્મ પ્રાર્થનામાં અવશ્ય હાજરી આપે છે તેઓ પણ ગંભીરતાથી નહી વિચારતા હોય ? તે પ્રશ્ન ચર્ચીત છે.

હોટલમાં વાઇન શોપ ખોલવા લાયસન્સ મેળવવા માટે વગ ધરાવતી વ્યકિતની છત્ર છાયા પ્રયત્ન કરેલ. સફળતા મળે તે પહેલા જાગૃત નાગરિકો દ્વારા સખત વિરોધ થતા સરકારે હાલ તુરંત મૌન થઇ જવુ પડે છે.

(11:34 am IST)