Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

ભૂમાફિયાઓ પર લગામ કસવાના નવા કાયદાને આવકારતા પૂર્વ સાંસદ મણવર

કાયદાના અમલમાં ખૂટતી કડીઓ જોડી સરકારી બાબુને પણ જવાબદાર ગણવા માંગ

ઉપલેટા,તા. ૩:  રાજ્યના મુખ્યમંત્રીએ તાજેતરમાં જમીન મકાનો હડપ કરવા ટેવાયેલા ભૂમાફિયાઓ પર લગામ કસવા નવો કડક કાયદો બનાવ્યો છે. તેને માજી સાંસદ બળવંત મણવરે આવકારી મુખ્યમંત્રી રૂપાણીને કાયદામાં ખૂટતી કડી જોડી સરકારી બાબુઓને પણ જવાબદાર ગણવા માંગણી કરી છે.

મણવરે વધુમાં જણાવેલ છે કે, કાયદો હોવા છતાં ભૂમાફીયાઓનો કંટ્રોલ ગુજરાતમાં થતો ન હતો. જેથી ગુજરાત સરકારે ભૂમાફીયાઓ વિરૂધ્ધ કડક કાયદો લાવવાનં નકકી કર્યું છે. કેબીનેેટે મંજુરી આપી દીધી તેમજ એક સ્પેશીયલ કોર્ટ ઉભી કરવાનું પણ નકકી થયું. અને છ માસમાં ચુકાદો આપી દેવો. આ જોગવાઇઓ ખૂબ જ આવકાર્ય છે. પણ આ નવા આવતા સુધારાવાળા કાયદામાં કંઇકને કંઇક કડીઓ ખૂટે છે. કાયદો ખૂબ જ અભ્યાસ કરીને લાવવો જોઇએ. એવું બનતુ નથી. આ એક મહત્વની બાબત છે. ભૂમાફીયાઓ ખેડૂતની ખેતીની કે બિન -ખેતી જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરે છે. એ આવુ કરી કેમ શકે ? એટલે કયાંકને કયાંક કાયદાનો અમલ કરનાર વાહકોનો ઇરાદો મજબુત નથી. એવું સાબિત થાય છે. તેમ સાંસદ મણવરનું માનવું છે.

હકીકતે ભૂમાફીયાઓ સ્વતંત્ર રીતે જમીનનું અધિગ્રહણ કરી શકતા નથી. આ પ્રકિયામાં નોકરશાહીનો સહયોગ મળતો જ હોય. એટલે જ અધિગ્રહણ થઇ શકે. મહેસુલી કેડરમાં તલાટીથી છેક કલેકટર સુધી જમીન અધિગ્રહણ થઇ શકે. મહેસુલી રેડર્કમાં છેડછાડ કરીને ખોટા દસ્તાવેજો ઉભા કરી, મૃત્યુ પામેલા વ્યકિતઓની સહિતઓ પણ સામેલ કરે છે. વેચાણ દસ્તાવેજ કરતી વખતે પહેલા મહેસુલી તંત્રએ બધા ડોકયુમેન્ટની ખરાઇ કરવી જોઇએ.

ભૂમાફીયાઓ તંત્ર સાથે મિલીભગત કરતા હોય છે. જો તંત્રની મિલીભગત ન હોય તો કયારેય ગોલમાલ થાય નહીે વારસાઇ એન્ટ્રી જોવી જોઇએ. દસ્તાવેજ કરતા પહેલા સીધી લીટીના વારસદારોની સંમતિ લાવવી જોઇએ. આવી કામગીરી અધિકારીઓ ચકાસતા નથી. અને ભ્રષ્ટાચારથી બધુ બરાબર થાય છે. ભૂમાફિયાઓ જમીન અધિગ્રહણના કાયદાના નવા સુધારામાં જે તરફ ખોટું થાય છે. તેવા એક પક્ષને મુકિત મળી જાય છે. એટલે તંત્રને પણ આ કાયદા હેઠળ આવરી લેવા જોઇએ. બંને સામે કાયદામાં જોગવાઇ કરવી જોઇએ. આ કાયદા માત્ર ભૂમાફીયાઓને જ અસર કરે છે. ઓનંત્રના અધિકારીઓને સામેલ કર્યા નથી. વાસ્તવિક રીતે કાયદામાં મુખ્ય કડીની ખામી રાખી છે. જો ખરેખર ભૂમાફીયાઓને નાબુદ કરવા સરકાર ઇચ્છતી હોય, તો તંત્રના કર્મચારી -અધિકારીને સામેલ કરવા જોઇએ તો જ આ કાયદા સાર્થક થશે. તેમ અંતમાં બળવંત મણવરે જણાવેલ છે.

(11:32 am IST)