Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

ભાણવડ પંથકમાં ભારે વરસાદથી ખેડુતોને પારાવાર નુકશાન

પશુઓ અને પશુપાલકોની સ્થિતિ પણ દયનિય

ભાણવડ તા. ૪ : ભાણવડ શહેર ત્થા સમગ્ર તાલુકામાં સતત વરસાદ અને ભારે વરસાદથી ખેડુતોની ખેતી પાક જેવા કે મગફળી, કઠોળ, કપાસ વગેરે પાકોમાં વરસાદથી ભારે નુકશાન થવાની દહેશત છે.

આ વર્ષે ચોમાસાની શરૂઆતથી આજ દિવસ સુધી સતત વરસાદને કારણે પાક અને જમીનમાં સતત પાણી ભરેલા છે. અને કુવા, બોર સહિત સિંચાઇના સ્ત્રોત પણ પુરેપુરા ભરાયેલ હોવાથી તેનુ પાણી બહાર નિકળે છે. અત્યારે જયાં પગ મુકો ત્થા પાણી પાણી જેવી સ્થિતિ છે.

આવી સ્થિતિમાં ખેડુતોના પાકને ભયંકર નુકશાન પહોંચવાની પુરે પુરી શકયતા છે. ખેડુતો સારા ચોમાસાથી ખુશ થઇને તેઓના ખેતી પાકમાં બિયારણ ખાતર, સાતી, નિદામણ, જંતુનાશક દવાના ખર્ચાઓ કરી ચુકયા છે. પરંતુ આ વર્ષે સતત વરસાદથી છોડના મુળમાં સતત પાણી હોવાથી જે છોડ તેના ગર્ભ દ્વારા છોડમાં મગફળીના ડોડવા થવાની જે શકિત હોય છે તે નહિવત થતી જાય છે. જેથી છોડ ઉપર ડોલંમ ડોલ નીચે પોલંપોલ જેવો ઘાટ છે.

સાથે તાલુકામાં પશુ પાલકોની સ્થિતિ પણ દયનિય છે સતત વરસાદથી પશુઓને પુરતો ઘાસચારો ત્થા તેઓને બાંધવા છોડવા વગેરે જગ્યાએ ગોઠણ-ગોઠણ કિચડથી પશુઓ અને પશુપાલકોની સ્થિતિ પણ દયનિય છે.

(11:31 am IST)