Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

ઘરની છત ઉપર છોકરાઓને બેસવા બાબતે ઝઘડો થતા

લોધીકાના ખીરસરામાં મહિલા ઉપર ઇંટથી હૂમલોઃ ત્રણ સામે ફરીયાદ

રાજકોટ તા. ૪ :.. લોધીકાના ખીરસરા ગામે ઘરની છત ઉપર છોકરાઓને બેસવા બાબતે ઝઘડો થતા મહિલા ઉપર મહિલા સહિત ત્રણ શખ્સોએ ઇંટથી હુમલો કર્યો હતો.

મળતી વિગતો મુજબ લોધીકાના ખીરસરા ગામે નવા પ્લોટમાં રહેતા મંજૂબેન રાજેશભાઇ સાગઠીયા ઉપર તેજ ગામના વિજય ભીમજીભાઇ વાઘેલાએ ઇંટથી હૂમલો કરી ઇજા કરી હતી તેમજ તેની સાથેના ગીતાબેન ભીમજીભાઇ વાઘેલા તથા તેના પુત્ર રાહુલે ઝઘડો કરી ગાળો આપી હતી. ઇજાગ્રસ્ત મંજૂબેને ગીતાબેનને તમારા દિકરાઓ ઘરની છત ઉપર અમારી સાઇડ ઉપર બેસે છે તેના બદલે તમારા ઘરની સાઇડ ઉપર બેસવાનું કહેતા ગીતાબેનના પરિવારજનોએ ઝઘડો કરી ઇંટથી હૂમલો કર્યો હતો. આ અંગે ઉકત ત્રણેય સામે ફરીયાદ થતા લોધીકા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:26 am IST)