Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

ભાવનગર : ડુબી જતા રાયફલ શુટીંગના નેશનલ પ્લેયર અને તેના ભાઇનું મોત

સીદસર ગામનાં હર્ષ રમણા અને આનંદ રમણા માલેશ્રી નદીમાં ન્હાવા ગયા ને દુર્ધટના સર્જાઇ

પ્રથમ તસ્વીરમાં બંને ભાઇઓના મૃતદેહ તથા બીજી તસ્વીરમાં ફાઇલ ફોટો (તસ્વીરઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા. ૪: ભાવનગરની માલેશ્રી નદીમાં ન્હાવા પડેલા બે સગાભાઇઓ ડુબી જતા મોત નિપજ્યા છે. મૃતક બે પૈકી ૧૫ વર્ષનો હર્ષ રાઇફલ શુટિગનો નેશનલ પ્લેયર છે.

આ કરૂણાંતીકાની મળતી વિગતો મુજબ ભાવનગર નજીકનાં સીદસર ગામે રહેતા હર્ષ રમણ ઉવ. ૧૫ અને તેનો ભાઇ આનંદ રમણા ઉવ.૧૦ ગામની નજીક પસાર થતી માલેશ્રી નદીમાં ન્હાવા ગયા હતા. ત્યારે ઉંડા પાણીમાં ડુબી જતાં બંને ભાઇઓનાં કરૂણ મોત નિપજ્યા હતા.

બનાવની જાણ થતાં જ ગ્રામ્યજનોનાં ટોળે ટોળા નદી કિનારે ઉમટી પડ્યા હતા. મૃતક બે ભાઇઓ પૈકી હર્ષ રમણા રાઇફલ શુટીંગનો નેશનલ પ્લેયર હતો. આ બનાવથી નાના એવા સીંદસર ગામમાં ભારે ગમગીની ફેલાઇ ગઇ હતી.

(11:43 am IST)