Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

અમરેલીમાં 3 ઇંચ ખાબક્યો : લાઠી અને ધારીમાં 2 ઇંચ : રાજુલા,સાવરકુંડલા,લીલીયા,૧ ઈચ વરસાદ

જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી અંડીઓમાં પૂરની સ્થિતિ

અમરેલી શહેરમાં બપોર બાદ વીજળીના કડાકા ભડાકા સાથે 3 ઈંચ વરસાદ ખાબક્યો. સમગ્ર અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. જિલ્લાની નદીઓ માં પુર જેવી સ્થિતિ. અમરેલી શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે

   અમરેલી શહેરમાં સાંજના 5 વાગ્યા બાદ વીજળી ના કડાકા ભડાકા સાથે ભારે ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. શહેર ના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.

  અમરેલી જિલ્લામાં પણ સમગ્ર તાલુકામાં એક થી બે ઈંચ વરસાદ પડી વરસી ગયો હતો. સાંજે 6 વાગ્યા સુધીમાં અમરેલી શહેર અને જિલ્લામાં પડેલ વરસાદના આંકડા. અમરેલી શહેર 73 મિમી, ધારી 56 મિમી, લાઠી 50 મિમી, રાજુલા 27 મિમી, સાવરકુંડલા 25 મિમી, લીલીયા 21 મિમી, બાબરા 18 મિમી તેમજ ખાંભા 10 મિમી વરસાદ નોંધાયેલ હતો

(10:03 pm IST)