Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

પોરબંદરના કુછડી ખારા વિસ્તારમાં મૂર્તિ વિસર્જનના નિર્ણયનો ગ્રામ્યજનો દ્વારા વિરોધ

પોરબંદર તા. ૪ : સમગ્ર કુછડી ગામના આગેવાનો ગ્રામ્યજનોએ કલેકટરને રજુઆતમાં કુછડી ગામે ખારામાં પક્ષી અભ્યારણમાં થનારા ગણપતિ વિસર્જનના વિરોધ નોંધાવેલ છે.

ચીફ ઓફીસરની જાહેરાત મુજબ આ વખતે ગણપતિ વિસર્જન માટે કુછડી ગામના ખારા વિસ્તારમાં ખાસ જગયા બનાવવાનું આયોજન કરેલ છે પરંતુ તત્કાલીન કલેકટર દ્વારા પક્ષી અભ્યારણ માટે જાહેર કરેલ હતો. આ જગ્યાએ દેશના અને વિદેશના અસંખ્ય અલગ અલગ જાતના પક્ષીઓ અવો છે.આ જગ્યા પક્ષીઓના હબ તરીકે ઓળખાઇ છ.ે અને પોરબંદર આવતા પર્યટકો આ પક્ષીઓને જોવા માટે અહીં સુધી આવે છે. આ જગ્યાએ ગણપતિ વિસર્જન કરવામાં આવે તો મૂતિમાં અને ઉડાવવામાં આવતા ગુલાલ જેવા પદાર્થો કેમીકલ યુકત હોય જેથી પાણીમાં બગાડ આવે અને પક્ષીઓના જીવ જોખમમાં મુકાઇ આ જગ્યાએ વિસર્જનનો નિર્ણય યોગ્ય નથી.

ઉપરાંત આ જગ્યાએ આજુબાજુ ખેતી લાયક જમીન આવેલી છે અને અહી સંગ્રહીત થયેલ પાણી પિયત માટે પીવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે આથી જો આ પાણી માણસ પીવે તો તેના આરોગ્ય ઉપર અસર કરે અને જો ખેતીમાં ઉપયોગમાં લેવામાં આવે ખેતીના પાક અને જમીનને જ મોટા પ્રમાણમાં નુકશાન થાય આ નિર્ણયનો વિરોધ કરીએછીએ તેમ રજુઆતમાં જણાવેલ છે.

(1:11 pm IST)