Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

સોમનાથ બાયપાસથી કાજલી હાઇવે અને હિરણ નદી પુલ ઉપર મોટા ગાબડા

પ્રભાસ પાટણ તા. ૪ :.. વેરાવળનાં કાજલી ગામથી સોમનાથ બાયપાસ સુધીનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં ફેરવાયેલ છે. અને આ નેશનલ હાઇવે રોડ ઉપર મોટા - મોટા ખાડાઓ પડી ગયેલા છે.

કાજલી માર્કેટીંગ યાર્ડની બાજુમાં હિરણ નદી મોટો પુલ આવેલ છે. આ પુલ ઉપરનો અતિ બિસ્માર બનેલ છે. અને ઠેક-ઠેકણે મોટા ખાડાઓ પડી ગયેલા છે. આ પુલ વેરાવળ-કોડીનારને જોડતો એક માત્ર રસ્તો છે આ પુલને કાંઇ થાય તો સંપૂર્ણ નેશનલ હાઇવે બંધ થાય તેવી સ્થિતિ છે. અને આ પુલ જુનો હોવા છતાં મજબુત છે. પરંતુ અત્યારના જવાબદાર લોકોનાં પાપે આ પુલ નબળો પડી રહેલ છે. ચોમસામાં પુલ પુરનાં પાણીનો યોગ્ય નિકાલના અભાવે પુલ ઉપર પાણી ભરાય જાય છે તેથી વાહન ચાલકોને ખબર નથી પડતી કે કયા ખાડાઓ છે અને તેનાં કારણે રોજનાં અકસ્માતો થાય છે તેમજ સામ-સામો મોટા વાહનો આવી જાય તો પણ રસ્તો વારંવાર બંધ થાય છે અને બે થી ત્રણ કિલો મીટર લાંબી વાહનોની લાઇનો થાય છે. આ પુલ ઉપરથી સિમેન્ટ કંપની અને મચ્છીનાં મોટા કન્ટેનરો સતત પસાર થતા હોય છે. અને આવા હેવી વેઇટ વાહનો પસાર થવાથી પુલમાં ખાડાઓ હોવાથી પુલને થડકા લાગે છે જેથી પુલ વધુ નબળો પડે છે. તેમજ સોમનાથ દર્શને આવત યાત્રીકો પણ આ પુલ ઉપરથી પસાર થાય છે. કાજલીથી સોમનાથ બાયપાસ સુધીનો રસ્તો અતિ બિસ્માર હોવાથી તાત્કાલીક રીપેરીંગ કરવા માંગણી ઉઠવા પામેલ છે.

(11:23 am IST)