Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

ભાવનગરના બુધેલ ખાતે પાટીદાર યુવકોઅે મુંડન કરાવ્‍યું

ભાવનગર : પાટીદાર સમાજને અનામતનો લાભ આપવાની માંગણી સાથે ઉપવાસ પર ઉતરેલ હાર્દિક પટેલના સમર્થનમાં બુધેલ ખાતે પાટીદાર યુવકોને માથે મુંડન કરાવ્‍યું હતું.

પાટીદાર આગેવાન નીતિનભાઇ ઘેલાણીઅે  બુધેલ ખાતેના તેના નિવાસ સ્‍થાને હાર્દિક પટેલના સમર્થનમાં ઉપવાસ શરૂ કરવા સાથે મુંડલન કરાવ્‍યું હતું.

આ પ્રસંગે લાભુભાઇ કામોડિયા, સંજયસિંહ ગોહિલ સહિતના આગેવાનોન ઉપસ્‍થિતિમાં પાટીદાર યુવકોને સૂત્રોચ્‍ચાર અને દેખાવો કર્યો હતો. તથા નિતિનભાઇ ઘેલાણી સહિત પાંચ યુવકોઅે મુંડન કરાવ્‍યું હતું.

આ અંગે નિતીનભાઇ ઘેલાણીઅે માહિતી આપી હતી.

પાટીદાર યુવકોના ઉપવાસ અને મુંડન કાર્યક્રમને લઇને ડીવાયઅેસપી મનીષ ઠાકર સહિતનો પોલીસ કાફલો બુધેલ દોડી ગયો હતો અને પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવાયો હતો.

હાર્દિક પટેલ પ્રેરિત ઉપવાસ આંદોલન અને મુંડઇન કાર્યક્રમને ક્ષત્રિય સમાજે પણ સમર્થન જાહેર કર્યુ છે.

(7:41 pm IST)