Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

દ્વારકામાં કૃષ્ણજન્મોત્સવની ભવ્ય ઉજવણી: 7 ફૂટ ઊંચા યુવાને સૌ-કોઇનું ધ્યાન ખેંચ્યું

 

રાજકોટ :જન્માષ્ટમીનાં પર્વને લઈને શ્રી કૃષ્ણ ભગવાનની નગરી દ્વારકામાં ભક્તોનો સવારથી ધસારો જોવાં મળી રહ્યો હતો દ્વારકામાં વિશેષ પૂજન, અર્ચન અને નૈવૈધ પણ ધરાવાયા હતા મંદિરની ધ્વજા બદલવાની વિધિ પણ સંપન્ન કરાઈ હતી શહેરમાં શ્રી કૃષ્ણની દિવ્ય શોભાયાત્રા નીકળી હતી દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવમાં અંદાજે સાત ફૂટ લાંબા યુવાને સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું

    મહારાષ્ટ્ર્ના અમરાવતીના યુવાને શોભાયાત્રા બાદ મંદિર પાસે એન્ટ્રી લેતા સૌ કોઈને તેની ઊંચાઈને કારણે કુતુહલ થયું હતું અમરાવતીના યુવાને તેનું નામ અમિત જણાવ્યું હતું અને લોકો સાથે ફોટા ખેંચાવ્યા હતા

(2:49 pm IST)