Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

મોરબી એ ડિવિઝન પોલીસે અયોધ્યાપૂરી મેઈન રોડ પરથી એક શખ્સને વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે ઝડપી લીધો

ખ્વાજા પેલેસની પાછળની શેરીમાં પ્લાસ્ટિકના ઝબલામાં એક શખ્સ શંકાસ્પદ વસ્તુ લઈને નીકળતા તલાશીમાં દારૂની બોટલો મળી

મોરબી  મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટાફે આજે પેટ્રોલીંગ દરમિયાન શહેરના અયોધ્યાપૂરી મેઈન રોડ ઉપર એક શખ્સને વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે ઝડપી લીધો હતો. પોલીસે આરોપી સામે દારૂની હેરાફેરીનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફ આજે શહેરમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો. ત્યારે મોરબીના અયોધ્યાપૂરી મેઈન રોડ ઉપર આવેલ ખ્વાજા પેલેસની પાછળની શેરીમાં પ્લાસ્ટિકના ઝબલામાં એક શખ્સ શંકાસ્પદ વસ્તુ લઈને નીકળતા પોલીસે તેને અટકાવીને તલાશી લીધી હતી. આથી પ્લાસ્ટિકના ઝબલમાં 3 ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી. તેથી પોલીસે આરોપી જુસબભાઈ કટીયા (ઉ.વ.21, રહે. મછી ઇદમસ્જીદ પાછળ, આઝાદ લોજ પાસે, મોરબી)ને ત્રણ ઈંગ્લીશ દારૂની બોટલો સાથે ઝડપી લઈ તેની સામે પ્રોહીબેશન એકટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(9:53 pm IST)