Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

જેતપુુર અને ચારણીયામાં જુગાર દરોડાઃ ૧ર શખ્સો રૂ.ર.૩૩ લાખના મુદામાલ સાથે ઝડપાયા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ૪: એસપી બલરામ મીણાની સુચનાથી એલસીબી પીઆઇ એ.આર.ગોહીલ ટીમના મહેશભાઇ જાની, મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, પ્રહલાદસિંહ રાઠોડ, દિવ્યેશ સુવા, મેહુલભાઇ બારોટ, રૂપકભાઇ બોહરા, નરેન્દ્રભાઇ દવેને સાથે રાખી શહેરી વિસ્તારમાં પેટ્રોલીંગમાંથી નિકળેલ દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે ગાલેરીયાની સીમમાં આવેલ ભરત મોવલીયાની વાડીમાં જુગારનો અખાડો ચાલતો હોય જે આધારે ગાલોરીયા ની સીમમાં જુગાર અંગેની રેડ કરતા ભરત મોવલીયાની વાડીમાં રૂમમાં ગોવીંદ ચાવડા જુગારની કલબ ચલાવતો હોય તીનપતીનો જુગાર રમતા ગોવિંદ મેરામણભાઇ ચાવડા (રહે. બેરજા, જામખંભાળીયા) પરેશ ભીખુભાઇ કાછડીયા (રહે. કોટડીયાવાડી) રમેશ ભગવાનજીભાઇ સરધારા (રહે. બાપુની વાડી)દિનેશ બચુભાઇ પોશીયા (રહે. બામવાગઢ) અરવિંદ વશરામભાઇ ફળદુ (રહે.વાલાજી હોલ પાસે રાજકોટ) વિપુલ કાંતીલાલ બેચરા (રેહ. સાધુ વાસવાણી રોડ રાજકોટ) તથા વાડી માલીક ભરત કેશવભાઇ મોવલીયા (રહે ટાકુડીપરા જેતપુર) મળી ૭ શખ્સોને રોકડા રૂ. ર,ર૯,૧૦૦ તેમજ મોબાઇલ ૬ કિ. રૂા . ૮૩,૦૦૦ તથા બાઇક હોન્ડા નં. જીજે ૩ બીપી ૮ર૮૮ જીવાય ૧૧ એકે ર૮૯ તથા  એકસેસ મો.સા. નં. જીજે ૩ જેએફ  ૯ર૭૦ ત્રણે કિ. ૬૦ હજાર મળી કુલ રૂ.૩,૭ર,૭૦૦ મુદામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી માટે તાલુકા પોલીસને સોંપી આપેલ.

અત્રે ઉલ્લેખનીય છે કે તહેવારો નજીક આવતા હોય જુગારીઓ કોઇ પણ રીતે કિમીયાઓ લગાવી જુગાર રમતા હોય છે. એક તરફ બેકારી મોંઘવારી બેફામ વધી રહી છે. જયારે આવા જુગારીઓને કઇ નડતુ નથી. લોકોમાં એવી માંગ ઉઠી છે કે જુગારમાં પકડાય તેને મોટી રકમનો દંડ થવો જોઇએ અને કડક સજા કરવામાં આવે.

તાલુકા પોલીસ  ગત રાત્રીના પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્યાન ચારણીયા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા જે આધારે જુગારની રેડ કરતી જનહેરમાં તીનપતીનો જુગાર રમતા સંજય દુદાભાઇ રાઠોડ, પ્રવિણ જગદીશ દુલાભાઇ સોલંકી રહે. બમન ચારણીયાની રોકડ રૂ. ૪૧૩૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

(12:56 pm IST)