Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

હળવદ ગ્રામ્યના સાત ખેલાડીઓ રાષ્ટ્રીયકક્ષાની કુસ્તી અને દોડમા ઝળકયા : ૪ ગોલ્ડ અને ૩ સીલ્વર મેડલો

(દિપક જાની દ્વારા) હળવદ તા.૪ :  તાલુકાના નાના એવા મંગળપુર ગામના ખેલાડીઓએ રાષ્ટ્રીયકક્ષાની કુસ્તી સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમા ૬૨ કેજી કેટેગરીમાં કુડેચા અલ્પાબેનએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. જયારે ૬૪ કેજી કેટેગરીમાં ભરવાડ ગેલાભાઇએ ૫૪ કેજી કેટેગરીમાં કુડેચા સાગરભાઇ અને ૫૦ કેજી કેટેગરીમાં ઠાકોર ગોપાલભાઇએ ગોલ્ડ મેડલ મેળવી જિલ્લાનું અને રાજયનું ગૌરવ વધાર્યુ છે.

૬૨ કે.જી કેટેગરીમાં મેહુલભાઇ આલ અને ૫૪ કેજી કેટેગરીમાં વિક્રમભાઇએ સિલ્વર મેડલ મેળવ્યો છે. સાથે સાથે ૩૦૦૦ મીટર દોડમાં પણ ત્રીજો નંબર આજ ગામના કુડેચા હિતેશભાઇ મેળવ્યો છે. જેથી તેમને પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, ગોલ્ડ મેડલ મેળવેલ ચાર ખેલાડીઓ તેમજ સિલ્વર મેડલ મેળવેલ ખેલાડીઓ અને દોડ સ્પર્ધામાં પણ ત્રીજો નંબર મેળવેલ ખેલાડી સહિત સાતેય ખેલાડીઓ કોઇપણની મદદ વગર રાષ્ટ્રીય લેવલની કુસ્તી અને દોડ સ્પર્ધામાં ચમકયા છે. આ સાતેય ખેલાડીઓ ખેતરને કુસ્તીનો અખાડો બનાવી પ્રેકટીસ કરે છે.

(11:42 am IST)