Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

ધોરાજીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ : સીઝનનો કુલ વરસાદ ૧૬ ઇંચ નોંધાયો

ધોરાજી: ધોરાજીમાં ભારે બફારા અને ઉકળાટને બાદ બપોરના સમયે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં એક કલાકમાં દોઢ ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો

  ધોરાજીમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભારે ઉકળાટ અને બફારા બાદ અસાનક મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં એક કલાકમાં દોઢ ઇંચ જેવો વરસાદ નોંધાઈ ચૂક્યો હતો આ સાથે ધોરાજીના પાટણવાવ શુ પડી વિગેરે વિસ્તારોમાં પણ સારો વરસાદ પડયો હોવાના અહેવાલો મળી રહ્યા છે તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પણ રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા
  વરસાદને કારણે જગતના તાતને પણ પાક.માં મોટો ફાયદો જોવા મળી રહ્યો છે હાલમાં મગફળી વાવેતર માં વરસાદ ની તાતી જરૂર હતી અને સમયસર વરસાદ આવતાં ખેડૂતો પણ રાજી ખુશખુશાલ જોવા મળ્યા હતા
  ધોરાજીમાં સિઝનનો કુલ વરસાદ ૪૦૦ મીમી એટલે કે ૧૬ ઇંચ જેવો વરસાદ નોંધાઈ ચૂક્યો છે

(8:23 pm IST)