Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

બગસરામાં બે કલાકમાં ત્રણ ઇંચ : ઉપલેટા , ધારી અને વંથલીમાં બે ઇંચ : બાબરા , લાઠી, ખાંભા , અમરેલી, જૂનાગઢ માં દોઢ ઇંચ : વિસાવદર- જસદણ અને સાવરકુંડલામાં એક ઇંચ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના મેઘાવી માહોલ જામ્યો

રાજકોટ : આજે બપોરે ૨થી ૪ દરમિયાનબગસરામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે ઉપલેટા , ધારી અને વંથલીમાં બે ઇંચ તથા  બાબરા , લાઠી, ખાંભા , અમરેલી, જૂનાગઢ માં દોઢ ઇંચ ,વિસાવદર- જસદણ અને સાવરકુંડલામાં એક ઇંચ વરસાદ પડ્યો છે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના મેઘાવી માહોલ જામ્યો છે.

        ગઈકાલ સોમવારની મધ્ય રાત્રીથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં મેઘાવી માહોલ જામતો જાય છે કોઈ છે કે હળવો તો કોઈ જગ્યાએ ભારે વરસાદ વરસી જાય છે.

      આજે બપોરે ૨થી ૪ દરમિયાન જૂનાગઢ જિલ્લાના વંથલીમાં સૌથી વધુ બે ઈંચ વરસાદ વરસ્યો છે જ્યારે જૂનાગઢમાં દોઢ ઇંચ અને વિસાવદરમાં એક ઈચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત કેશોદ , માણાવદર , માળીયાહાટીના , અને માંગરોળમાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે ભેસાણ અને મેંદરડામાં હળવા ઝાપટા વરસ્યા છે.

           અમરેલી જિલ્લામાં સૌથી વધુ બગસરામાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે ધારીમાં બે ઇંચ તથા બાબરા, લાઠી અને અમરેલી શહેરમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. સાવરકુંડલામાં એક ઇંચ તથા જાફરાબાદમાં પૂર્વે જ વરસાદ પડ્યો છે.

        રાજકોટ જિલ્લાના ઉપલેટામાં બે ઈંચ તથા જસદણમાં એક ઇંચ તેમજ રાજકોટ અને ધોરાજીમાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે ગોંડલમાં હળવા-ભારે ઝાપટા વરસ્યા છે.

        દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં પોણો ઇંચ, ભાવનગરના જેસરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે.

      ગીર સોમનાથ જિલ્લાના ઉના , કોડીનાર , ગીર ગઢડા , તાલાળા , વેરાવળ , સૂત્રાપાડામાં હળવા-ભારે ઝાપટા વરસ્યા છે.

          આવી રીતે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે ધીમે મેઘાવી માહોલ જામતો જાય છે અને વરસાદ વરસી રહ્યો છે.

(4:47 pm IST)