Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

કચ્છમાં પુરપાટ દોડતી બાઈકે બે અકસ્માતમાં બે યુવાનોનો ભોગ લીધો : હાઇવે ઉપર ધૂમ સ્ટાઈલે દોડાવાતી બાઈકના કારણે બાઇકોના અકસ્માત વધ્યા

(ભુજ) ગુજરાતમાં કચ્છ સહિત દરેક જિલ્લાઓમાં રસ્તાઓ પહોળા થયા છે. અપ અને ડાઉન બન્ને રોડ પહોળા હોવા છતાંયે અકસ્માત વધી રહ્યા છે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં અત્યારે બાઈકના અકસ્માત ચિંતાજનક રીતે વધ્યા છે. 

ધૂમ સ્ટાઈલે દોડતી બાઇકો અને રસ્તા ઉપર દોડતા મહાકાય ટ્રેલર, ટ્રક, ડમ્પર, હાઇસ્પીડ કાર અને રોડ ડિવાઈડર સાથે જ્યારે બાઈકનો અકસ્માત થાય છે, ત્યારે ચાલકનું મોત નીપજે છે, અથવા તો ગંભીર ઈજાઓ પામે છે. ગઈકાલે કચ્છના અંજાર અને મુન્દ્રામાં સર્જાયેલા બે અકસ્માતોમાં બે યુવા જિંદગીનો ભોગ લેવાયો હતો. 

અંજારના ભીમાસર ગામે ભદ્રેશ્વરમાં કંપનીની ચીજવસ્તુઓ લેવા નીકળેલા યુવાન ચાલક તપન ગોગોઈનું ઓવરસ્પીડના કારણે બાઇક સ્લીપ થયા બાદ ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું હતું.              જ્યારે બીજા બનાવમાં મુન્દ્રાના ભદ્રેશ્વર પાસે બાઈકસવાર રાજેશ છગનભાઇ કોલી ટ્રેલર સાથે ભટકાતાં તેનું અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું. પોલીસે બન્ને બનાવની તપાસ શરૂ કરી છે.

(1:13 pm IST)